બી.આર.સી.ભવન મહેમદાવાદમાં દાતાશ્રી દ્વારા સાઉન્ડ સીસ્ટમ ભેટ સ્વરૂપે આપવામાં આવી.

આજે આપણે રોજબરોજ આજુબાજુમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ તો જેમના અંગત સ્વજનો મરણ બાદ એમની યાદમાં સમાજસેવાના ભાગરૂપે શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. અને એનો હકારાત્મક પ્રભાવ સમુદાય કે સમાજ પર જોવા મળે છે. આવો જ એક વિચાર મહેમદાવાદ તાલુકાના માંકવા શાળાના શિક્ષક મનુભાઈ ફતેસિંહ ડાભીને આવ્યો. એમના માતૃશ્રી શાંતા બા ફતેસિંહ ડાભીનું અવસાન થયું. બાને સાચા અર્થની શ્રદ્ધાંજલિ આપવા એમને શિક્ષણમાં શું મદદ કરી શકાય એ વિચાર લઈને અદ્યતન ટેકનોલોજી યુક્ત સાઉન્ડ સિસ્ટમ બી.આર.સી.ભવનમાં આપતા આવનારા સમયમાં તાલુકા લેવલના કાર્યક્રમો, ઉત્સવો અને તાલીમ જેવા પ્રસંગે આ ભેટ બહુ ઉપયોગી નીવડશે. એવું બી.આર.સી. દીપકભાઈ સુથારે જણાવ્યું હતું. આ ભેટ સ્વીકાર કરી બી.આર.ભવન મહેમદાવાદ તરફથી દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

BRC mahemdabad

મહેમદાવાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી.

મહેમદાવાદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અશોકસિંહ ડાભી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી એક નવીન પહેલથી કરવામાં આવી. 38 વર્ષ પૂર્ણ થતાં તેમના દ્વારા તાલુકામાં આવેલ બી.આર.સી.ભવન વાંઠવાળી ખાતે નર્સરીમાંથી 38 વૃક્ષ લાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

કોરોના મહામારીમાં ઓક્સિજનની કિંમત સમજાતા આ વિચાર તેમને આવ્યો. ભવિષ્યમાં પણ વધુ વૃક્ષ વાવી પર્યાવરણની જાળવણી તેમજ લોકોને આ વિચારધારામાં જોડવા માટેના પ્રયાસ કરાશે. સાથે જ એક કુંડામાં છોડ મૂકી બી.આર.સી ભવન ખાતે આપ્યો. એક નવી પહેલ સાથે દરેક શાળામાં શિક્ષકો પોતાના જન્મ દિવસ નિમિત્તે શિક્ષકો પોતાની શાળામાં એક કુંડું મૂકીને ઉજવે તેવો સંદેશ આપ્યો હતો. બી.આર.ભવન મહેમદાવાદ તેમજ સમગ્ર ટીમ દ્વારા આ વિચારને હ્રદયભેર આવકારમાં આવ્યો તેમજ બી.આર.સી.કૉ. ઓર્ડીનેટર દિપકભાઈ સુથાર અને તેમની ટીમ દ્વારા અશોકસિંહ ડાભીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

BRC bhavn mahemdabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *