મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક જ એમ્બ્યુલન્સમાં 22 લાશો કબ્રસ્તાન લઈ જવાઈ.

અરેરે, ખરેખર કોરોના બેકાબૂ જ બની ગયો છે એમાં પણ એકપછી કોરોનાના સંક્રમણથી આખો દેશ અત્યાર સુધીના સૌથી મોટા આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. અને તેની વચ્ચે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જોઈને આંખો ભીની થઈ જાય, કાળજું કંપાવ જાય એવી અનેક ઘટનાઓ બની રહી છે. જે જોઈને આપણે પણ હિંમત હારી જઈએ

કોરોનાના પગલે એમ્બ્યુલન્સો અને મોતને ભેટેલા લોકોની લાશોનો નિકાલ કરવા માટેની ડેડ બોડી વાનની પણ અછત પડી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના બિડ જિલ્લામાં એક હોસ્પિટલમાંથી એક જ શબ વાહિનીમાં 22 લાશોને ભરીને કબ્રસ્તાન પહોંચાડવામાં આવી હતી. આ અમાનવીય દ્રશ્ય જેમણે જોયુ હતુ તે તમામ લોકો ધ્રુજી ગયા હતા. જાણે ઠાંસોઠાંસ પોટલા ભરવામાં આવ્યા હોય તે રીતે પીપીઈ કિટમાં સીલ લાશોને એમ્બ્યુલન્સમાં નાંખવામાં આવી હતી. રવિવારે બિડ જિલ્લાની સ્વામી રામાનંદ હોસ્પિટલમાં આ ઘટના બની હતી. હોસ્પિટલની દલીલ છે કે અમારી પાસે એમ્બ્યુલન્સ નથી પણ લોકોમાં આ હરકત સામે ભારે રોષની લાગણી છે. હોસ્પિટલનુ કહેવુ છે કે, અમારી પાસે બે જ એમ્બ્યુલન્સ છે. બીજી પાંચ એમ્બ્યુલન્સ માંગી છે, 17 માર્ચે અમે પત્ર લખ્યો હતો પણ તંત્રે હજી સુધી જવાબ આપ્યો નથી. મહારાષ્ટ્રના બિડ જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવેલો છે. અહીંયા દર્દીઓ સાથે સાથે મરનારાઓની સંખ્યા પણ વધી રહી છે.

Leave a Reply

%d bloggers like this: