રેલીઓને મંજૂરી પર મદ્રાસ હાઇકોર્ટ કોર્ટે કહ્યું, EC અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ થવો જોઈએ

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચ સામે કોરોના કાળની બીજી લહેરમાં બહાર આવવા દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી રેલીઓનું આયોજન કરવાની મંજૂરી આપવા બદલ ઉધડો લીધો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ સુનાવણી દરમિયાન કહ્યુ કે, “ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાના આરોપનો કેસ દાખલ કરવો જોઈએ.” કોર્ટ બાબતોની વેબસાઇટ લૉના જણાવ્યા પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ ભારતના ચૂંટણી પંચને કહ્યું કે, “તમારી સંસ્થા કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે.” મદ્રાસ હાઇકોર્ટે ચેતવણી આપી કે, જો બીજી મેના રોજ ચૂંટણી પંચ કોરોના પ્રોટૉકોલનું પાલન કરવા માટે યોગ્ય યોજના નહીં ઘડે તો તાત્કાલિક અસરથી મતગણતરી પર રોક લગાવી દેવામાં આવશે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચને કહ્યું કે, “લોકોનું સ્વાસ્થ્ય અગત્યનું છે. પરંતુ અહીં તો ચિંતાની વાત એ છે કે બંધારણીય અધિકારીઓને આવી વાત યાદ અપાવવી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ જીવતો રહેશે ત્યારે તે પોતાના લોકતાંત્રિક અધિકારોની લાભ ઊઠાવી શકશે.”

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું, કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર, મતગણતરી રોકી દેવાની ચીમકી. મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ.બેનરજીએ એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે ચૂંટણી પંચે બીજી લહેર માટે જવાબદાર છે કારણ કે ચૂંટણી પંચે કોરોના સંકટ છતા પણ રેલીઓ અટકાવી નહોતી. ચીફ જસ્ટિસે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ પર ખૂનનો ગૂનો દાખલ થાય તો પણ ખોટું કામ નહીં ગણાય. રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું ચૂંટણી પંચ બીજા ગ્રહ પર હતું ? હાઈકોર્ટનો વેધક સવાલ

તમિલનાડુની કરુર વિધાનસભા બેઠકના મતદાન દરમિયાન કોરોના નિયમોના પાલન સંબંધઇત એક અરજીની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ બેનરજી અને જસ્ટિસ સેન્થીકુમાર રામમૂર્તિની આગેવાની વાળી ખંડપીઠે ચૂંટણી પંચને ધારદાર સવાલ પૂછ્યા કે જ્યારે રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે તમે શું બીજા ગ્રહ પર હતા ? ખંડપીઠે કહ્યું કે કોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ ચૂંટણી પંચે રાજકીય પક્ષોની રેલીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું. ફેસ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ન કરાયો કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ ન કરાયું. ચીફ જસ્ટિસે ચૂંટણી પંચને જણાવ્યું કે લોકોનું આરોગ્ય ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને ખેદજનક છે કે બંધારણીય સંસ્થાને પણ આવી રીતે આ વાતની યાદ દેવડાવવી પડે છે. તેમણે કહ્યું કે સ્થિતિ હવે તો જીવન બચાવવાની બની છે. બીજી બધી વાતો ગૌણ બની જાય છે. ચીફ જસ્ટિસે ચૂંટણી પંચને રાજ્ય આરોગ્ય સસચિવની સાથે સલાહ મસલત કરીને 30 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો કડક આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે એવી પણ ચેતવણી આપી છે કે જો આ આદેશનું પાલન ન થયું તો મતગણતરી અટકાવી દેવાનો પણ આદેશ આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *