કાનપુરમાં લક્ઝરીને નડ્યો અકસ્માત 17 મુસાફરોના ઘટના સ્થળ પર મોત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગમખ્વાર રોડ અકસ્માત થયો છે. આ ઘટનામાં લગભગ 17 લોકોના મોત થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સચેંડીમાં બસ અને લોડર વચ્ચે સીધી ટક્કર થઈ ગઈ હતી, તે પછી બસ પલટી ગઈ.ઘટનાને લઈને આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે બસ અને ઓટો વચ્ચે થયેલી ટક્કરમાં 17 લોકોના મોત થઈ ગયા છે. હેલટ હોસ્પિટલમાં 4 લોકોની સારવાર ચાલી રહી છે. બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી.

જાણકારી અનુસાર બસ શતાબ્દી ટ્રાવેલ્સની હતી, જે ખુબ જ સ્પીડમાં હતી. આ ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 12થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યાં છે. ઘટના સ્થળ પર અધિકારીઓ પહોંચી રહ્યાં છે અને બચાવ કાર્ય ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં મોટાભાગના મજૂર છે, જે બિસ્કૂટ ફેક્ટરીમાં કામ કરતા હતા. જેઓ લોડરમાં સવાર હતા.સીએમ યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને તત્કાલ ઘટના સ્થળ પર પહોંચીને સંભવ બધી જ મદદ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા હતો. સીએમ તરફથી મૃતક પરિજનો માટે રાહત રાશિની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાની રાહત આપવામાં આવશે એમ કહેવાવામા આવ્યું હતું.

આ પણ વાંચો : કોરોના બાદ કેમ છો પૂછવા જતાં ભીડમાં હાજર એક યુવકે ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રોંને મારી થપ્પડ

જાણવા મળી રહ્યું છે કે અકસ્માત બાદ તત્કાલ પોલીસની ગાડીઓ સચેન્ડી પીએચસી-સીએચસી સ્થળ પર પહોંચ્યા હતા. રાત્રે અંધારામાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. બસમાં સવાર લોકોને પણ ઈજા પહોંચી છે. હોસ્પિટલ પહોંચાડ્યા પહેલા જ 17 લોકોના મોત થઈ ચુક્યા હતા. હજુ સુધી ઈજાગ્રસ્તોની સ્પષ્ટ જાણકારી મળી શકી નથી.

Leave a Reply

%d bloggers like this: