લવ યુ જીંંદગી : ચા ચાહત અને સંબંધ – Pravin Khaniya

“ ઓયય..પાસ નો મેળ પડ્યો..?? “ પારૂલે મને પૂછ્યું. “ ના હવે બહુ લાંબી લાઈન છે પણ તું ચિંતા ના કરીશ, એન્ટ્રી ગેટ પર આપણી સેટિંગ છે કઈ પણ કરી ને અંદર ઘૂશી જઈશું. “ મેં કહ્યું.“  ના પછી પેલી વખત જેવુ થશે, તું બોલવાં માં ખોટાળો છે. જો પરીક્ષામાં જ પાસ વગર હેરાન કરવાનો હોય તો આ! હું જ જંઈને જોવ.નહિતર તું અધ વચ્ચે અટવાવી દેવાનો. ” પારૂલએ મને ચેતવતા કહ્યું. “ મેં કહ્યું થઈ જશે પાસ નું, તું ચીંતા ના કરીશ . અને હાં તારી કોઈ બેન પણીયુ- ફેનપણીયુ બાકી હોયતો એમને પણ લેતી આવજે ”. મેં કોલર ટાઇટ કરતા ગુમાનમાં કહ્યું.

“ પણ તું મારી “માં ” મગજ ખા છો તો આ લે “સા” મંગાવું‌ પણ મારૂ લોય ના પી બાપા, તે પારૂલ ત્યાં મારા સમું એકધારૂ જોવા લાગી. ત્યારે પહેલી વાર મે એમની આંખો નિરખીને જોઈ હતી,અદ્દલ રાતનાં અંધકારમાં પ્રકાશિત હરણીની આંખો જેવી, હું તો એમની આંખોમાં જ ખોવાઇ ગયો હતો.વર્ષોથી સાથે જ ભણતાં એક બીજાની બહું ઉડાવી નિર્દોષ ભાવે મજા-મસ્કરી પણ કરી, અરે એમનાં બેગમાં ચીકુના ઠળીયા મુકી સાહેબને ચુગલી પણ અમે જ કરતા કે જુઓ સાહેબ તે જ ક્લાસ માં ઠળીયા નાંખે છે.તે સમયે તેમનો ગુસ્સામાં લાલ થતો ચહેરો, કરડાકી નજર પણ મને વિચલિત કરી ના શકી,અને આજે તેની આંખો ની કીકી કંઈક કહેવા માગતી હતી/હશે? મન વ્યાકુળ હતું, ત્યાં ઉભા-ઉભા હું “સા” નો કપ હાથમાં હતો અને હું” પારૂલ ને જોતોજ રહ્યોં,એ કટાક્ષ કરતાં કહ્યું. આમજ બાઘાની જેમ જોઈ રાખી કે ચા મંગાવી?“ જોયું તો હું એકલો કપ લઈને ઉભો હતો મને ભાન થયું. પારૂલ બોલી અમે અહી ઉભીયુ છે ખબર? અને‌ પારૂલે ટોણો મારતા કહ્યું, તો હું અચાનક જાગ્યો એનીતી….હું તો ભુલીજ ગયો એમ કહેતા બાકીની “ચા” મંગાવી! પારૂલ મનોમન બબળતા બોલી .આમ પણ એની “સા” ની ચાહત પાછળ આપણાં “સા”ના પૈસા તો બચે છે ” પારૂલ એ હસતાં-હસતાં કહ્યું.

Pravin

“ સારું, પણ જોજે પાસ માં કંઈ લોચા ના પડે. જો પાસ નો મેળ ના પડે તો પહેલાથી કઈ દેજે હું હેરાન ના થાવ .“ પારૂલ એ મને ચેતવતા ચાનો કપ મારા હાથમાં મૂક્યો. ત્યારે તેનાં હાથનાં સ્પર્શ થી કંઈક અલગજ ઝણઝણાટી આવી,હાથ-પગ કાંપવા લાગ્યાં હતાં પહેલીવાર કોણ જાણે શું થયું એમનો ખ્યાલ જ નાં આવ્યો પણ સાચું કહું એ સ્પર્શ મને ગમ્યો હતો. ત્યારે પહેલી નજરના પ્રેમમાં ‌પડ્યો તેવું લાગ્યું. એક બસનાં પાસ માટે ટળવળતા યુવાનીમાં પગ મુકતા બે મુગ્ધ વ્યક્તિ ઓની સંબંધ ની શરૂઆત એક “ચા” થી થાય છે. એ મિત્રતા દિવસે ને દિવસે ગાઢ બનતી જાય છે. ગ્રામિણ વાતાવરણ માંથી બન્ને આવતાં હોવાથી પોતાની મર્યાદા અને સંસ્કૃતિ ભલીભાતી જાણતાં હતા.
‌ તે “ચા” નાં બનાવ પછી‌‌ હું બેચેન રહેવા લાગ્યો, સવાર પડતાં જ સ્કુલ બેગ લંઇ બસસ્ટેન્ડ પર પોંહચી જતો, માંરી આંખો તો એ ધુળીયા રસ્તા પર એમના આવવાની રાહ જોઈ બેઠી હતી, તેમનાં આવતાંની ‌સાથે જ મન પ્રફુલ્લિત અને મોરની માફક નાચવા લાગતું! જીવનનો આ બદલાવ અને અહેસાસ સુકાં રણ પર અનરાધાર વરસાદ જેવો હતો. હવે તેમને જોવી ગમતી , કોઈને કોઈ ‌બહાને તેની સાથે વાત કરવી ગમતી,તેની કાળજી લેવી ગમતી, બસમાં એમનાં માટે સીટ રોકવી ગમતી. એ જ્યારે ના આવી હોય ત્યારે હું વિહવળ અને ઉદાસ થઈ બેસતો. વરસાદમાં પલળતાં પલળતાં સ્કુલ પર જવું રસ્તા વચ્ચે ચાની ચૂસકી ઓ લેવી આતો જીવનનો સૂનેહરો આનંદ આજે પણ‌ વરસાદ ની એક બુંદ અને કાળાડિબાંગ વાદળો જોઈ મન ભુતકાળમાં દોડી જાય.અને વરવો ભુતકાળ નજરસામે ખડો થંઇ જાય. ત્યારે ચહેરાપર થોડી હાસ્ય ની લકીરો ખેંચાવા લાગે થોડું મન વ્યાકુળ થવા લાગે, દોડીને પાછો એ જગ્યાએ જવાનું મન થંઇ આવે જ્યાં મે એમને છેલ્લા છોડી હતી. અત્યારે પણ જીવન રૂપી ગોદડાં પર ગમે એટલાં થીંગડા મારો પણ તોય વરસાદ નાં એક બુંદથી ચા અને ચાહતની હંવા ગોદળા સંશોરવી શરીરને સ્પર્શી જાય.
આજ “ચા”સમય જતા યાદોનો પટારો બની જાય છે.આટલા વર્ષો વિતી ગયા હોવા છતાં હજું પણ હું કોઈની વાટ જોઈને “ચા” ની કેન્ટીન‌ માં બેઠો હોવ છું. અને બે અડધી કટીંગ ચા મંગાવી સામે રાખીને હું વાતો કરતો-કરતો મનને મનાવી બેઠો હોવ છું. કે તે મારી સામે છે.આ છે ચા ની અહેમિયત અને તેના હોવાનો અહેસાસ.પ્રેમ અને હુંફનો એક ઉભરો તો લાવી જુઓ ચા સાથે ચાહની મજા ચારગણી વધી જશે..

મારા જીવનમાં ચા એ જેટલો સાથ આપ્યો તેવો સાથ કોઈએ નથી આપ્યો. ચા એ ચાહતનો અનુભવ છે.ચા એટલે‌ વિહવળતા છે. ચા એટલે પોતાની જાત સાથે વાત કરવાનો સમય… ચા એ ચા નથી…પણ જીવ છે.આજે પણ વાદળોનો ગડગડાટ અને વરસાદ ની બુંદો પડતાં જ મન પલળવા દોડે છે.

ટુંકુ ને ટચ. ચા એ શ્વાસ છે. કોઈ ને યાદ કરવાનો સમય છે ચા અને ચાહત એક સમાન.

– Pravin Khaniya

Leave a Reply

%d bloggers like this: