આપણે લાશોની વાતને સાંભળવી પડે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર – કોરોના મહામારીનો આતંક આખા દેશમાં ફરી વળ્યો છે. ગામડે ગામડે કોરોના સંક્રમણથી મોત થઈ રહ્યા છે. શહેરોના સ્મશાનો અને કબ્રસ્તાનો ઓછા પડે છે. સરકારી આંકડા મુજબ રોજે કોરોના વાયરસના કારણે 3000/4000 લોકો મૃત્યુ પામે છે; પરંતુ સ્મશાનો/કબ્રસ્તાનોમાં લાશોની કતારો જોવા મળે છે. સરકારી આંકડા ખોટા હોઈ શકે પણ આ લાશો કઈ રીતે ખોટી હોય?

અમેરિકાના જાણીતા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. આશિષ ઝા મૂળ બિહારના મધુબનીના છે. તેઓ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, બ્રાઉન યુનિવર્સિટીના ડીન છે. તેઓ હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યા છે. તેમણે 9 એપ્રિલ 2021 ના રોજ ટ્વીટ કરી સવાલ કર્યો છે કે “ભારતમાં સરકારી આંકડા મુજબ રોજે કોરોના મહામારીના કારણે 4000 મોત દર્શાવાય છે; પરંતુ તે સાચો આંકડો નથી. રોજે 25000 ની આસપાસ લોકો મોતને ભેટે છે. અનુમાન લગાવવાના ઘણા તરીકા છે; પરંતુ અહીં એક સરળ તરીકો છે; સ્મશાનોને જૂઓ !”

આ પણ વાંચો – આક્રોશ : આ મોત કોવિડથી નહીં પણ નિષ્ફળ તંત્ર દ્વારા હત્યા – મીરા ચોપડા અભિનેત્રી

ડો. આશિષ કહે છે : “વર્ષ 2019 માં, જ્યારે મહામારી ન હતી; એક દિવસમાં લગભગ 27000 ભારતીયોના મૃત્યુ થતા હતા. સ્મશાનો એ સમયે મૃત્યુના આ સ્તરને સંભાળી શકતા હતા. વધારાના 4000 મોતથી એની ઉપર એટલી મોટી અસર ન પડે કે લાકડાઓ ખૂટી જાય ! કબ્રસ્તાનમાં જગ્યા ન મળે ! દેશભરના સ્મશાનો 2-4 ગણું કામ કરે છે. આ દ્રષ્ટિએ અનુમાન છે કે ભારતમાં રોજે 55000થી 80000 લોકોના મોત થઈ રહ્યા છે. જો મોતની બેઝલાઈન 25-30 હજાર માનીએ તો કોવિડથી રોજ 25થી 50 હજાર વધારાના મોત હોવાની આશંકા છે; 4000 નહીં. સંક્રમણના સરકારી આંકડા 4,00,000 દર્શાવે છે તે માની શકાય નહી. IFR- ઈન્ફેક્શન ફેટલિટી રેશિયોથી શરુ કરીએ; જે ભારતમાં હાલે ઓછામાં ઓછો 1% છે. અમેરિકામાં આ 0.6% છે. ભારતમાં હેલ્થકેર સીસ્ટમ ધ્વસ્ત થયેલી છે. લોકો ઓક્સિજન વિના મરી રહ્યા છે. એટલે 1% IFR વ્યાજબી છે. આ દ્રષ્ટિએ રોજનું સંક્રમણ 2.5 થી 5 મિલિયન હોઈ શકે છે. ગ્લોબલ હેલ્થમાં એક જૂની કહેવત છે; આપ બીમારીનો ટેસ્ટ કરાવવામાં નિષ્ફળ જઈ શકો છો; પરંતુ મૃતકોની ઉપેક્ષા કરી શકો નહીં. ભારતની લાશો આપણને કહી રહી છે કે કોરોના બીમારી જેટલી સરકારી આંકડાઓમાં દેખાઈ રહી છે; તેનાથી ઘણી વધારે ખતરનાક છે; આપણે લાશોની વાતને સાંભળવી પડે !”rs

Leave a Reply

%d bloggers like this: