ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ – ૯૭ નીચે સર્ચ વોરંટ કાઢવાની હિંમત દાખવનારા મેજીસ્ટ્ટેટોની શોધમાં ?

કનુભાઈ રાઠોડ ( રીટાયર્ડ ડીસ્ટ્રીક જજ ) – ભારતીય બંધારણમાં નામદાર સુપ્રીમ કોર્ટ અને દેશની તમામ હાઇકોર્ટો ને કોઇ વ્યક્તિ કે નાગરીકને કોઇએ ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ હોય કે ગેરકાયદેસર બંધક બનાવેલ હોય કે કેદમાં રાખવામા આવેલ હોય તો તેને આવી અટકાયતમાંથી મુક્ત કરવા કે બંદી બનાવેલ હોય છે ત્યાથી મુક્ત કરાવી જે તે કોર્ટની સમક્ષ તેને હાજર કરાવી બંને પક્ષને સાંભળી ને ગેરકાયદે અટકાયત કે કેદમા રાખેલ હોય તો તેને મુક્ત કરવાનો હુકમ કરવાની રીટ ઇસ્યુ કરવાની સતા આપવામાં આવેલ છે. બંધારણીય જોગવાઇ મુજબ તેને અંગ્રેજીમાં (લેટીનમાં) Habeas corpus (to have a body before) યા ને બંદી પ્રત્યક્ષીકરણ ની રીટ કહેવામાં આવે છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટોની આ સતા વિશાળ છે.

આ Habeas Corpus ની રીટ ઇસ્યુ કરવાની જે સતા એપેક્ષ કોર્ટને અને હાઇકોર્ટોને આપવામાં આવી છે પણ તેની નાની આવૃતિ કહી શકાય તેવી મર્યાદિત સતા ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૯૭ મુજબ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટો અને જયુડીશીયલ મેજીસ્ટ્રેટોને આપવામાં આવી છે.

આ કલમ 97 માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, જે તે મેજીસ્ટ્રેટને એમ માનવા માટે કારણ દર્શાવવા માં આવે કે કોઇ વ્યક્તિની અટકાયત એવા સંજોગોમાં કરવામાં આવી છે કે આવી અટકાયત તે ગુનો બને છે તો તે મેજીસ્ટ્રેટ સર્ચ વોરંટ (જડતી વોરંટ) કાઢી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને આદેશ કરી શકે કે અટકાયતમાં રાખેલ વ્યક્તિને પોતાની સમક્ષ હાજર કરો. આવી અટકાયતમાં રાખેલ વ્યક્તિને જો ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ હોય તેવું જે તે મેજીસ્ટ્રેટ ને લાગે તો તેને તુરંત મુક્ત કરવાનો હુકમ કરી શકે છે.

સામાન્ય રીતે, ઘણી વખત પોલીસ કોઇ ગુનામાં સંડોવાયેલ શકદાર વ્યક્તિને કાયદેસર તેની અટક કે તે ધરપકડ કર્યા વગર સીધે સીધા કોઇ નોંધ કર્યા વગર પોલીસ પકડી પોલીસ સ્ટેશન માં ઇન્ટ્રોગેશન ના બહાના નીચે પોલીસ સ્ટેશન માં પૂરી રાખી ટોર્ચરીંગ કરે અને 24 કલાક માં જો સંબંધિત મેજીસ્ટ્રેટ કે જજ સમક્ષ રજુ ન કરે તો જેને પોલીસ પકડીને લઈ ગઈ હોય તે વ્યક્તિના સગા વહાલા મેજીસ્ટ્રેટ સમક્ષ કલમ 97 મુજબ સર્ચ વોરંટ ઇસ્યુ કરવાની અરજી કરી માંગણી કરતા હોય છે. આવા કિસ્સામાં જે તે મેજીસ્ટ્રેટ ને એમ માનવાની કારણ લાગે કે જે તે વ્યક્તિની પોલીસે ગેરકાયદેસર ધરપકડ કરી અટકાયત માં રાખેલ છે તો સર્ચ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરી શકે છે. અલબત પોલીસ ચાલાકી વાપરી આવી વ્યક્તિની અમુક 24 કલાક ની અંદર જ ધરપકડ કર્યાના ખોટા પેપર્સ તૈયાર કરી ને જે તે વ્યક્તિને મેજીસ્ટ્રેટ સમક્ષ કાં તો રજુ કરે અથવા સર્ચ વોરંટ બજે તે પહેલા જ આવી વ્યક્તિને છોડી મુકે તેવું બને.

બીજી રીતે જોઈએ, તો ઘણી વખત કોઇ સગીર કે બિન સગીર દિકરીના અપહરણ ના કિસ્સાઓ બને અને જો આવુ અપહરણ કરનાર વ્યક્તિ/ઓ ના નામ સરનામા ની જે તે દિકરી ના વાલી/વારસોને ખબર હોય તો મેજીસ્ટ્રેટ સમક્ષ જે દિકરી નું અપહરણ થયું હોય તેને જે તે અપહરણકર્તાની કસ્ટડીમાંથી લાવી રજુ કરવા પોલીસ મારફત સર્ચ વોરંટ ની બજવણી કરવાનો હુકમ કરવો જોઇએ. જેથી જે દિકરીને જે તે ન ગેરકાયદેસર કસ્ટડીમાંથી મુક્ત કરાવી શકાય.

અમુક વખત પતિ પત્નીના ઝઘડા કે પરસ્પર ના અણબનાવ ના કિસ્સાઓ માં પતિ પોતાની પત્નીને માર્કેટ કરી પિયરમાં કાઢી મૂકવા ના બનાવ બનતા હોય છે. આવા કિસ્સાઓ માં માથાભારે પતિ અને તૈ સ્ત્રીના સસરાપક્ષના લોકો તે સ્ત્રી/પત્નીના સગીર બાળકો/ બે વરસથી પણ નાની વયના ધાવણા બાળક ને સ્ત્રી પાસેથી આંચકી લેતા હોય છે. આવા કિસ્સામાં બાળક ધાવણું હોય અને તેની માતાના ધાવણ વગર તેનો શારીરિક ઉછેર અશક્ય હોય તેવા કિસ્સાઓ માં આવા ધાવણા/સગીર બાળક ને તેના પતિની કસ્ટડીમાંથી મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરાવવા માટે મેજીસ્ટ્રેટ સાહેબોએ સર્ચ વોરંટ ઇસ્યુ કરવું જોઈએ. હમણા તાજેતરમાં એક જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટ માં એક પત્નીને બળજબરીપૂર્વક છૂટાછેડાના લખાણ માં સહી કરાવી બે વરસથી નાની ધાવણી દિકરીને આંચકી લેનાર પતિ વિરુદ્ધ બાળકીને કોર્ટ સમક્ષ સર્ચ વોરંટ થી હાજર કરાવવાની અરજી કરતા મેજીસ્ટ્રેટ સાહેબે સર્ચ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ ન કર્યો અને બાળકીને તેની મા ના ધાવણ થી વંચિત કરી તેની શારીરિક સલામતિ મેજીસ્ટ્રેટે જોખમમાં મુકવાનું દુઃસાહસ કર્યુ. મેજીસ્ટ્રેટને સગીર બાળક પર દયા ન આવી કારણ છૂટાછેડાના લખાણ માં બાળકીનો કબજો સ્ત્રીએ તેના પતિને સોંપી આપ્યાનું લખેલ હતુ. અલબત કેવા સંજોગોમાં તે સ્ત્રીએ પરાણે ઇચ્છા વિરુદ્ધ આ લખાણ માં સહી કરેલ તેનો convincing ખૂલાસો આ પત્ની/સ્ત્રીએ એફિડેવિટ પર કરેલ હતો. અરે ! મેજીસ્ટ્રેટ ને વિનંતિ કરી કે સાહેબ સર્ચ વોરંટ ઇસ્યુ ન કરો તો તે બાળકીને આપની સમક્ષ તે સામાવાળા પતિ હાજર રાખે તેટલો તો આદેશ કરો ! પણ મેજીસ્ટ્રેટ ને કાયદામાં આપેલ સતા વાપરવામાં ડર લાગ્યો હશે કે આવો હુકમ પણ ન કર્યો. નામદાર સુપ્રીમ કોર્ટ નું એક જજમેન્ટ એવું છે કે સગીર સંતાન ની તેના પિતા પાસેની કસ્ટડી ગેરકાયદેસર અટકાયત ન ગણાય. પણ જ સગીર બાળક ની વય બે વરસ કરતા નાની હોય અને માતાના ધાવણ વગર તે બાળક નો ઉછેર અશક્ય હોય તેવા સંજોગો હોય તો સર્ચ વોરંટ ન નીકળે અને આવા બાળક ની કસ્ટડી તેની માંને સોંપવામાં ડરનાર મેજીસ્ટ્રેટ ને સાચા ન્યાયપ્રિય કેમ કહેવા ?

અમે આજથી પચીસ વરસ પહેલા તાલુકાની એક કોર્ટ માં જયુડીશીયલ મેજીસ્ટ્રેટ તરીકે હતા ત્યારે એક કોઇ ત્રીસ પાંત્રીસ વરસની એક પરણિત સ્ત્રીને તેના પતિએ ઢોર માર મારી એક પગ ભાંગી નાખી એક રૂમમાં પુરી રાખેલ. અગાઉ તો કોઈ ફોન કે મોબાઈલ ની સગવડ પણ નહિ. તે સ્ત્રીના ભાઇને વાયા વાયા ખબર પડી કે મારી બહેન ને મારા નરાધમ બનેવી એ માર મારી એક ઓરડીમાં પુરી રાખેલ છે. તેણે કોઈ વકીલ મારફત અમારી સમક્ષ તેની બહેન ને પોલીસ થ્રુ સર્ચ વોરંટ થઈ હાજર રખાવવા સર્ચ વોરંટ ઇસ્યુ કરવાની માંગણી કરતી અરજી કરી. સામાન્ય રીતે વીઝન વગરના ડરપોક મેજીસ્ટ્રેટ એવું જ વિચારે કે ચાર પાંચ વરસનું લગ્નજીવન સાથે ગુજારનાર પતિ ની કસ્ટડીમાં તેની પત્ની હોય તો તને ગેરકાયદેસર અટકાયત ગણાય નહિ એટલે તે મેજીસ્ટ્રેટ સર્ચ વોરંટ ઇસ્યુ ન કરે. પણ મેજીસ્ટ્રેટે એવું વિચારવું જોઈએ રખેને તે સ્ત્રીને તેના પતિએ માર મારી કોઈ રુમમાં પુરી રાખેલ હોય તો તે સ્ત્રીને સર્ચ વોરંટ થ્રુ કોર્ટ માં તાત્કાલિક રજુ કરાવવામાં વાંધો શું ? કદાચ કોઈ માલાફાઇડ ઇન્ટેન્શન થી તે સ્ત્રીના ભાઇએ ખોટી અરજી કરી હોય તો પાછળથી મોટી રકમનો દંડ કે ખર્ચ નો હુકમ કરતા મેજીસ્ટ્રેટ ને કોઈ રોકી શકે નહિ ! અમે કાયદામાં આપેલ એકતરફી સતા વાપરીને તે સ્ત્રીને અમારી સમક્ષ હાજર કરાવવા પોલીસ મારફત સર્ચ વોરંટ ઇસ્યુ કરતા તે જ દિવસે સાંજે પાંચેક વાગે પોલીસ તે બહેન ને એક પગ ભાંગી ગયેલ તેવી હાલત માં વાહનમાં લાવી પહેલા માળે આવેલ અમારી કોર્ટ માં સ્ટ્રેચર માં નાખી હાજર કરે છે. અમે તે બહેન નું નિવેદન નોંધી તેની ઇચ્છા મુજબ તેના ભાઈ ને તે બહેન ની કસ્ટડી સોંપવાનો હુકમ કરી તે બહેન ને તેણીના નરાધમ પતિ પાસેથી મુક્ત કરવાનો હુકમ કરેલ. તે વખતે અમારાથી જાહેર માં એવો ઉદગાર નીકળી ગયેલ કે સારુ કર્યું કે અમે સર્ચ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો નહિતર આ બહેન ની દશા શું થાત ? એક સીનીયર વકીલ સાહેબ અમે તે તાલુકામાં રહ્યા ત્યાં સુધી આ પ્રસંગ ને યાદ કરાવી અમારા ઉદગાર ની સરાહના કરી સત્કર્મ કર્યા નુ સંભારણુ જમા કરાવેલ !

આવું જ કોઇ માથાભારે શખ્સએ એક કોઇ દિકરીને ભોળવી લઇ જનાર દિકરીના વાલી/પિતાએ અમારી સમક્ષ સર્ચ વોરંટ માટે અરજી કરેલી. આ દિકરી પુખ્ત વયની હતી છતા અમે સર્ચ વોરંટ ઇસ્યુ કરી તે દિકરીને અમારી કોર્ટ માં હાજર રખાવવા હુકમ કરતા પોલીસ પેલા યુવાને જેને પ્રેમ નામની ખોટી માયાજાળ માં ફસાયેલી તેની પાસેથી લાવવાનો હુકમ કરી દિકરી ને કોર્ટ માં હાજર કરાવી ત્યારે ઇન્ટર કાસ્ટના માથાભારે માણસોનું ટોળું કોર્ટ બહાર ભેગું થઈ જતા પેલી ફસાયેલ દિકરીએ તેના પિતા સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી પણ તેના પિતા આ દિકરીને લઇ ને કોર્ટ ની બહાર નીકળી તેના ઘેર જઈ શકે નહિ તેવું તંગ વાતાવરણ પેલા અપહરણ કરનાર ના સાગરિતોએ ઉભું કરી દીધેલ તેવા સંજોગોમાં પોલીસ પ્રોટેકશન નીચે તે બાપ દીકરીને તેના ઘરે પહોંચાડવાનો હુકમ કરવાની સ્વયંભુ સતા વાપરવી પડેલ ! @kb

Leave a Reply

%d bloggers like this: