હત્યાકેસમાં જાણીતાં કુશ્તીબાજ સુશીલકુમાર માટે પોલીસે જાહેર કર્યું ૧ લાખનું ઇનામ

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના છત્તસાલ સ્ટેડિયમમાં પહેલવાનો ના બે જુથો વચ્ચે ઝઘડો થયો હતો. તેમાં 5 પહેલવાનને ગંભીર ઇજા થઇ હતી. આ તમામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સાગર નામના 23 વર્ષીય એક કુસ્તીબાજનું સારવાર દરમિયાન મોત થઇ ગયું. પોલીસે હવે કેસ નોંધી તપાસ શરુ કરી હતી. સુશીલ સહિત અન્ય કુશ્તીબાજોના નામ

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ જીવલેણ અથડામણમાં રેસલર સુશીલકુમાર તેનો પીએ અજય, સોનુ, સાગર, પ્રિન્સ અને અમિત ઉપરાંત બીજા કુશ્તીબાજ પણ સામેલ હતા. કારણ કે પ્રત્યેક્ષદર્શીઓની જુબાની અને તપાસ બાદ એફઆઇઆરમાં સુશીલકુમારનું નામ આવતા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો – IMAએ કહ્યું, “સરકારે કોરોના સામે લડવા માટે આઈએમએ તરફથી આપવામાં આવેલા સૂચનોને ફગાવી દીધી.

પહેલાં દિલ્હીની રોહિણી કોર્ટે વિશ્વપ્રસિદ્ધ પહેલવાન સુશીલકુમાર સામે બિન જામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. અત્યાર સુધીની તપાસમાં સુશીલકુમાર ભાગીને હરિદ્વાર અને ત્યાંથી ઋષિકેશ પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોલીસ હજું તેનું ચોક્ક્સ લોકેશન શોધી શકી નથી. રાજધાનીમાં પ્રોપર્ટીને મામલે રેસ્લર સાગર રાણાના હત્યાકાંડમાં પોલીસે ઓલિમ્પિયન પહેલવાન સુશીલકુમાર માટે 1 લાખ રુપિયાના ઇનામ ની જાહેરાત કરી છે. જ્યારે સુશીલકુમારે સુરક્ષા માટે કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી છે. જેની આજે સુનાવણી હાથ ધરાશે.

દિલ્હી પોલીસે 23 વર્ષીય સાગર રાણાની હત્યા મામલે સુશીલના પીએ અજયની પણ માહિતી આપવા માટે 50 હજાર રુપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ઓલિમ્પિકમાં બે વખતનો મેડલિસ્ટ રેસ્લર સુશીલકુમાર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા બાદથી ફરાર છે. પોલીસ તેને દોઢ સપ્તાહથી શોધી રહી છે. અનેક સ્થળે દરોડા છતાં નિષ્ફળતા મળતા પોલીસે સુશીલ અને તેના પીએ માટે ઇનામ જાહેર કર્યું. સુશીલ અને સોનુ સામે બિન જામીનપાત્ર વોરન્ટ ઇનામની જાહેરાત અંગે ગઇ કાલે મોડી રાત્રે જિલ્લા ડીપીસી ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે સુશીલકુમાર અને તેના ભોગેડુ સાથી અજયકુમારને પોલીસ શોધી રહી છે. બંને સામે બિન જામીનપાત્ર વોરન્ટ પણ જારી થઇ ગયા છે. છતાં બંને હજુ પોલીસની પહોંચથી દૂર છે. તેથી તેમની ધરપકડ માટે અલગ-અલગ ઇનામની રકમ જાહેર કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *