અમદાવાદ : ખોખરા પોલીસ સ્ટેશનમાં બબીતાના વિરુદ્ધ એટ્રોસિટીની ફરીયાદ દાખલ.

તારક મહેતા સિરિયલના અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે એટ્રોસિટીની શહેર અને જિલ્લામાં ઘણી બધી અરજી થઈ હતી. આ દરમિયાન ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાએ એક વિડીયો બવાનાવ્યો હતો તેની અંદર વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે વાલ્મિકી સમાજે વિરોધ કર્યો હતો. ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ મુનમુને કર્યો હતો. મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં રહેતાં અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયાં જાહેર કર્યો છે. જેના કારણે વાલ્મિકી સમાજના લોકોએ આ વિડીયો અંગે વિરોધ પણ કર્યો હતો. જો કે મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોખરા પોલીસે હાલતો મુનમુન દત્તા ઉર્ફે બબીતાના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો – લોકડાઉનમાં દવા લેવા જતા યુવાનને ક્લેક્ટરે લાફો માર્યો, મોબાઈલ તોડી નાંખ્યો

અહીં ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ મુનમુન દત્તા ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતાજી’ના પાત્રથી પ્રખ્યાત છે. હાલમાં જ મુનમુન દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલા એક વિડીયોમાં જાતિ આધારિત ટિપ્પણી કરતા બધા ચોંકી ઉઠ્યા છે. મુનમુન દત્તાએ આ વિડીયો ડિલીટ કરતા માફી પણ માગી છે. પણ, ટ્વિટર પર લોકો હવે મુનમુન દત્તાની ખૂબ ટીકા કરી રહ્યા છે. મુનમુન દત્તાએ ટ્વિટર પર લખ્યું કે ‘આ એક વિડીયોના સંદર્ભમાં છે જે મેં કાલે પોસ્ટ કર્યો હતો. જ્યાં મારા દ્વારા ઉપયોગ કરાયેલા એક શબ્દનો ખોટો અર્થ નીકાળવામાં આવી રહ્યો છે. આ શબ્દનો ઉપયોગ અપમાન, ધમકી અથવા કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે નથી કરાયો, હું માફી માગી રહી છું. મને આ માટે દુ:ખ છે.’

વીડીયો જોવા માટે

Leave a Reply

%d bloggers like this: