ખેડા જીલ્લા કલેક્ટર આઇકે પટેલ વય નિવૃત થયા, વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા બહુમાન

નડીયાદ : જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે ખેડા જિલ્લામાં 25 નવેમ્બર 2019માં જિલ્લા કલેકટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ખેડા જિલ્લામાં સતત પ્રજાના પડખે ઊભા રહી સામાન્ય માણસોના કામ કરી રહેલા જિલ્લા કલેક્ટરનો વય નિવૃતિના કારણે નિવૃત્ત થયા છે. જે માટે યોજાયેલા સમારોહમાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ એક દિશાચિન્હ રૂપ કામગીરી કરી હતી. જિલ્લાની પ્રજાની ચિંતા કરનારા આવા જિલ્લા કલેકટર નિવૃત થાય છે ત્યારે જિલ્લાના અધિકારીઓ પણ કલેક્ટરને નિવૃતીની વિદાય આપતા ભાવુક થયા હતા. તેઓની અલગ પ્રજા વચ્ચે રહેવાની કાર્યપ્રણાલીના કારણે તેઓ જિલ્લાના નાગરિકોમાં લોકપ્રિય બન્યા હતા. તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ મિત્રની જેમ વર્તનના કારણે તેઓ પ્રશંસાપાત્ર હતા.

આ પણ વાંચો – ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોના મોતની સંખ્યા પર સવાલ ઉઠાવનાર બ્લોગરને ૮ મહિનાની જેલ

ખેડા જીલ્લા કલેક્ટર આઇકે પટેલ વય નિવૃતિ પૂર્વે આસ્થા કેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, સુર્યપ્રકાશ સ્વામી સારંગપુરવાળા, પવન સ્વામી કલાલી અને પી પી સ્વામી રામપુરા સુરત મંદિર વગેરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો સંત સ્વામીએ આઈ કે પટેલની કોરોના અન્વયેની કામગીરી બિરદાવીને સાફો પહેરાવીને – હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા આપીને બહુમાન કર્યુ હતું અને સુદીર્ઘ સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.

Leave a Reply

%d bloggers like this: