માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર બાળ કલાકાર ખનક ઠક્કર

અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર : જુઓ આપણે નાનાં બાળ કલાકારોની વાત કરીએ, તો તે પણ કોઈ મોટાં કલાકારો કરતાં ઓછાં નથી. આજની નવી પેઢીનાં બાળકો ખૂબ જ તીક્ષ્ણ વિચારસરણી ધરાવતાં હોય છે અને મોટા કલાકારોને પણ હરાવી દેવાની શક્તિ ધરાવતાં હોય છે. આજે તમને એક બાળ કલાકારનો પરિચય આપવા જઈ રહ્યાં છીએ, જે આટલી ઉંમરે પણ દરેકનાં હૃદયમાં સ્થાયી થઈ ગયાં છે.

khanak thakkar

બાળ કલાકાર ખનક ઠક્કર નો જન્મ ગાંધીનગર શહેરમાં એક હિંદુ પરિવારમાં થયો છે. ખનક ઠક્કર ની ઉંમર ૧૦ વર્ષની છે. તે મોડેલિંગ ક્ષેત્રમાં ઘણીબધી એડશૂટ, ફોટોશૂટ અને આલ્બમ સોંન્ગ કરીને પોતાની એક અલગ જ આગવી ઓળખ ઉભી કરી છે. જે આટલી ઉંમરે પણ દરેકનાં હૃદયમાં સ્થાયી થઈ ગયાં છે. ખનક ને ડાન્સ અને એક્ટિંગ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યાં છે. અનેક સન્માનો પણ ખનકએ મેળવેલ છે. ખનકને એક્ટિંગ અને સંગીત ક્ષેત્રે અનેરો લગાવ છે. બાળ કલાકાર ચિ. ખનક ઠક્કર જણાવતાં કહે છે કે, મને અભિનયનો શોખ છે. મારા આ શોખને પૂરો કરવા માટે મારા પિતા જીગરભાઈ અને માતા રચનાબેન પ્રોત્સાહિત કરી રહ્યાં છે અને મારી અભિનય ક્ષેત્ર માટે જરૂરી ઇચ્છાઓને પૂરી કરી રહ્યાં છે. હું અભિનય ક્ષેત્રે જ મારી કારકિર્દી બનાવવા માંગુ છું. તે માટે મને મારા માતા-પિતાનો સપોર્ટ છે. મારા માટે મારું દરેક પાત્ર દર્શકો સુધી કનેક્ટ થાય તે પ્રકારનું હોય તે જરૂરી છે. હું એવાં કાર્ય કરવા ઈચ્છું છું કે, જે મારાં માટે પડકારરૂપ હોય. મને મળતી તક થકી હું મારી જાતને ડેવલપ કરું છું અને વધું અનુભવી બનું છું. જે મારાં સમગ્ર પરિવાર ને ગમે છે. મારાં કુટુંબીજનો મને જાણે છે અને સમજે છે કે, હું મારાં કાર્ય પ્રત્યે અતિશય ઉત્સાહી છું‌ અને કોઈપણ કાર્યને ફક્ત કરવાં ખાતર નથી કરતી.

khanak thakkar

જુઓ આપણે અંગત જીવન વિશે વાત કરીએ, તો બાળ કલાકાર ખનક ઠક્કર ખૂબ જ કોમળ સ્વભાવની છે. ત્યારે ખનક નો પરિવાર પ્રેમથી “ ખનુ ” કહે છે. આ ઇન્ડસ્ટ્રી નાં બધાં જ કલાકારો કે જેઓ ખનક ઠક્કર સાથે કામ કરે છે, તેઓ તેને ખૂબ જ પ્રેમ કરે છે. આ સિવાય બાળ કલાકાર ખનક ઠક્કર ફ્રી સમયમાં ડ્રોઈંગ, ટી.વી. પર અવનવાં શો તથા ગીતો સાંભળે છે અને ફોનમાં પણ અવનવાં જાણવાં-જોવાં લાયક વિડિયો જોવે છે.

khanak thakkar

બાળ કલાકાર ચિ. ખનક ઠક્કર નાં પિતા જીગરભાઈ અને માતા રચનાબેન એ જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય સાથે પૂરી સક્ષમતા અને કાર્યદક્ષતા સાથે જોડાઈ પ્રેમથી તેને પૂર્ણ કરશો તો અવશ્ય સફળ થશો જ… અને છેલ્લે ખનક ઠક્કરે પણ જણાવ્યું હતું કે, આ મોડેલિંગ ક્ષેત્રે ની સફર ખૂબ રોચક સફળ રહી છે.

Instagram : https://instagram.com/khanak.thakkar?utm_medium=copy_linkhttps://instagram.com/khanak.thakkar?utm_medium=copy_linkhttps://instagram.com/khanak.thakkar?utm_medium=copy_link

Leave a Reply

%d bloggers like this: