કવિ શ્રી હરીન્દ્ર દવેની પુણ્યતિથિ એ ખુશી ભટ્ટ આયોજિત ‘સ્મૃતિ એક સાંજ’ સ્વરાંજલિ કાર્યકમ યોજાયો

નેલ્સન પરમાર : તારીખ ૨૯ માર્ચ ૨૦૨૨ ને સાંજે ૬ : ૩૦ કલાકે અમદાવાદ લાયન્સ હોલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ખુશી ભટ્ટ આયોજિત… ગુજરાતી સાહિત્યમાં શિરમોર કવિ શ્રી હરીન્દ્ર દવેની પુણ્યતિથીએ સ્વરાંજલી નો કાર્યક્રમ યોજાયો જેમાં કેટલાક જાણીતાં કલાકારો પોતાના મધુર સ્વરે હરીન્દ્ર દવે લેખીત ગઝલો અને કવિતાઓનું રસપાન કરાવ્યું હતું.

Khussi Bhatt

એક સમય હતો જ્યારે આ મોબાઇલનો જમાનો ન્હોતો એ સમયે મને ગુજરાતી ગઝલો, અને કવિતાઓનો એવો રંગ લાગેલો કે, ૩૦ રુપીયાની કોરી સીડી લઈને એમાં ૨૦૦+ ગઝલો નંખાવી હતી. એ પછી મોબાઈલ આવ્યા ત્યારે ૨૫૦+ તો ખાલી ગુજરાતી ગઝલો ને કવિતાઓ જ મારા મેમરી કાર્ડમાં, મને હજીય યાદ છે કે, સાંજે ધીમા અવાજે ગઝલો ચાલું કરી સુઈ જતો એ છેક, સવાર સુધી ચાલુ રહેતી. ગુજરાતી ગઝલો સાંભળવાનો એ ગાંડો શોખ હતો….હવે તો એવો સમય જ ક્યાં મળે છે; પણ આજે હું આભાર માનીશ ખુશી ભટ્ટનો જેમણે આજે લાઈવ ગઝલ કવિતાઓ સાંભળવાનો લાહ્વો આપ્યો….. કાર્યકમની શરુઆત જ હરીન્દ્ર દવેની ગઝલ ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ‘ સાંભળીને જાણે મન ખુશીથી ઝુમી ઉઠ્યું હોય એમ લાગ્યું, મને બહું ગમતી ગઝલો માંથી આ એક ગઝલ છે જે કોઈપણ સમયે મને સાંભળવી ગમે જ..માધવ ક્યાંય નથી’ – બહુ જ પ્રસિધ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી કૃષ્ણકથા, ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર એવા હરીન્દ્ર દવેને આમ સ્વરાંજલી આવવાનો સફળ પ્રયાસ આપનો કાબિલે દાદ છે. ખુશી ભટ્ટ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ, સાથે આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર..!

© નેલ્સન પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *