કરમિયા, કૃમી (વર્મ) વિશે સંપૂર્ણ વિસ્તારથી માહિતી – ડૉ. સુરેશ સાવજ

આંતરડાની કૃમિ, જેને પરોપજીવી કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આંતરડાના પરોપજીવોના મુખ્ય પ્રકારોમાંનું એક છે. આંતરડાના કૃમિના સામાન્ય પ્રકારો આ મુજબ છે.

ફ્લેટવોર્મ્સ, – ટેપવોર્મ્સ અને ફ્લુક્સ

રાઉન્ડવોર્મ્સ – જે એસકેરીસીસ , પીન વર્મ અને હૂકવોર્મ ચેપનું કારણ બને છે

¶ લક્ષણો

 • આંતરડાના કૃમિના સામાન્ય લક્ષણો છે:
 • પેટ નો દુખાવો
 • ઝાડા, ઉબકા અથવા ઉલટી થવી
 • ગેસ / પેટનું ફૂલવું
 • થાક
 • વજનમાં ઘટાડો
 • પેટમાં દુખાવો અથવા મુખ્યાત્વે પેટ માં અડવાથી વધારે દુખાવો થાય.

આંતરડાની કૃમિવાળા વ્યક્તિને પણ મરડો થઇ શકે છે. મરડો ત્યારે થાય છે જ્યારે આંતરડાના ચેપને કારણે સ્ટૂલમાં લોહી અને ચિકાસ સાથે ઝાડા થાય છે. આંતરડાના કૃમિ ગુદામાર્ગ અથવા યોની ની આસપાસ ફોલ્લીઓ અથવા ખંજવાળનું કારણ પણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ઘણી વાર મળ માં આ કૃમિ જોવા મળે છે. કેટલાક લોકોને કોઈ લક્ષણોનો અનુભવ કર્યા વગર વર્ષો સુધી આંતરડાના કૃમિ હોઈ શકે છે.

¶ કારણો

 • આંતરડાના કૃમિથી ચેપ લાગવાની કારણ એ છે કે માંસાહારી ખોરાક ખાવો.
 • આંતરડાના કૃમિ ચેપ નાં અન્ય સંભવિત કારણો 
 • દૂષિત પાણીનો વપરાશ
 • દૂષિત જમીનનો વપરાશ
 • દૂષિત મળ સાથે સંપર્ક
 • અસ્વચ્છતા
 • રાઉન્ડવોર્મ્સ સામાન્ય રીતે દૂષિત જમીન અને મળ સાથેના સંપર્ક દ્વારા ફેલાય છે.

એકવાર તમે દૂષિત પદાર્થનું સેવન કરી લો, પછી પરોપજીવી તમારા આંતરડામાં જાય છે. પછી તેઓ આંતરડામાં પ્રજનન થી વધે છે. આ કૃમિ કદમાં મોટા થાય છે, ત્યારે લક્ષણો દેખાઈ શકે છે

¶ જોખમ પરિબળો

બાળકો ખાસ કરીને આંતરડાની કૃમિ માટે સંવેદનશીલ હોય છે. તે એટલા માટે છે કે તેઓ દૂષિત માટી જેવા વાતાવરણમાં રમી શકે છે, નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વૃદ્ધ વયસ્કોનું જોખમ પણ વધે છે.

¶ નિદાન

 • મળ ની તપાસ
 • લોહીની તપાસ
 • એક્સ રે
 • સીટી સ્કેન
 • એમ આર આઈ
 • આ બધા રીપોર્ટ રોગની ગંભીરતાના આધારે કરી શકાય છે

¶ સારવાર

આંતરડાની કૃમિના કેટલાક પ્રકારો, જેમ કે ટેપવોર્મ્સ, જો તમારી પાસે મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્ત આહાર અને જીવનશૈલી હોય તો તે જાતે અદૃશ્ય થઈ શકે છે. જો કે, આંતરડાના કૃમિના ચેપના પ્રકારને આધારે, કોઈને દવાઓની સારવારની જરૂર પડી શકે છે. ગંભીર લક્ષણોને અવગણવું જોઈએ નહીં.

 • તમારા ડૉક્ટરને અવશ્ય મળો જો તમને :
 • તમારા મળ માં લોહી અથવા પરુ છે
 • દરરોજ અથવા વારંવાર ઉલટી થાય છે
 • શરીરનું તાપમાન વધતું હોય છે
 • અત્યંત થાક અને શરીર માંથી પાણી ઘટી જાય તો

તમારી સારવાર યોજના તમારા આંતરડાના કૃમિના પ્રકાર અને તમારા લક્ષણોના આધારે નક્કી કરવામાં આવશે. ટેપવોર્મ ચેપ સામાન્ય રીતે મુખ દ્વારા દવા આપવામાં આવે છે. સારવારના થોડા અઠવાડિયા પછી લક્ષણોમાં સુધારો થવાનું શરૂ થાય છે. સારવાર પૂર્ણ થયા પછી તમારા ડોકટર સંભવત ફરીવાર મળ નાં નમુના લેશે અને ખાતરી કરશે કે શું કૃમિ ગાયબ થઈ ગયા છે.

¶ જટિલતાઓ (મુશ્કેલીઓ )

આંતરડાની કૃમિ એનિમિયા અને આંતરડાની અવરોધ માટેનું જોખમ વધારે છે. વૃદ્ધ વયસ્કો અને રોગપ્રતિકારક શક્તિને દબાવનારા લોકોમાં, જેમ કે એચ.આય.વી અથવા એડ્સના ચેપવાળા લોકોમાં વધુ વખત જટિલતાઓને જોવા મળે છે.

જો તમે ગર્ભવતી હોવ તો આંતરડાની કૃમિ ચેપ વધુ જોખમ પેદા કરી શકે છે. જો તમે ગર્ભવતી છો અને તમને આંતરડાની કૃમિ ચેપ લાગ્યો છે,તો તેની સારવાર કરાવી જરૂરી છે .

આંતરડાની કૃમિને રોકવા માટે, જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી નિયમિતપણે તમારા હાથ સાબુ અને ગરમ પાણીથી ધોઈ લો.

ખોરાક :

 • શાકભાજી અને ફળોને પાણીથી ધોઈને ઉપયોગમાં ળો
 • માંસાહારી ખોરાક ટાળો
 • વાસી ખોરાક ખાવો નહિ
 • ખોરાકને યોગ્ય તાપમાન માં સાચવી રાખો
 • ઘરમાં અને રસોડા માં સ્વચ્છતા જાળવો.

વધુ માહિતી માટેhttps://www.facebook.com/askdrsavaj/

Dr. Suresh Savaj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *