બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે ન્યૂઝ એજન્સી ANI પર અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત કંગનાએ પોતે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર આ અંગે પોસ્ટ શેર કરી છે. અને લખ્યું છે કે, કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યુ છે કે, ‘મને ગત થોડા દિવસોથી થાક અને આંખોમાં બળતરા થતી હતી. મને થયું કે હું હિમાચલ જતી રહું.. તેથી મે ગત રોજ મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ આજે આવ્યું છે અને હું કોરોના પોઝિટિવ છું. મે મારી જાતને ક્વોરન્ટિન કરી લીધી છે. મને નહોતી ખબર કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યાં છે. હવે મને માલૂમ થયુ છે તો હું તેમને ખતમ કરી નાખીશ. આનાંથી ડરવાની જરૂર નથી.. તમારી પાસે તેનાં કરતાં વધુ શક્તિ છે. જ તમે ડરશો તો તે તમને વધુ ડરાવશે. ચાલો મળીને આ કોરોના વાયરસને ખતમ કરી નાખીએ. આ અન્ય કંઇ નથી આ એક નાનો તાવ છે જેને ખુબ જ મહત્વ મળી ગયુ છે.. હર હર મહાદેવ..’
કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી આક્રમક રીતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દેશ-વિદેશના પ્રશ્નો પર પોતાના અભિપ્રાય ટ્વીટર પર શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે આ ટ્વીટ બાદ તેનું અકાઉંટ સસ્પેંડ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં કંગના સામે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા ઋજુ દત્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કંગના પર રાજ્યમાં તોફાનો ભડકાવવાનો આરોપ મુકાયો છે. ટીએમસીના નેતાએ કહ્યુ છે કે, કંગનાએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. નેતાએ પોલિસ ફરિયાદની સાથે સાથે કંગનાએ બંગાળ હિંસા પર કરેલા એક પછી એક ટ્વિટના સ્ક્રીન શોટ પણ પોલીસ સાથે શેર કર્યા છે. આમ પોલીસ ફરિયાદ બાદ કંગનાની મુશ્કેલીઓ વધી શકે છે. એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે. તેની સાથે જ તેણે ખુદને કોરેન્ટાઈન કરી લીધી છે. કંગનાએ એક દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો આજે રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.
Actor Kangana Ranaut says she has tested positive for COVID-19 pic.twitter.com/1hID9OKsU7
— ANI (@ANI) May 8, 2021