પ્રતિક શાહ ( પથ શાહ ) : જિંદગીમાં ઘણી વખત એવા વળાંક આવતા હોય છે કે માણસ ઘણી વખત તૂટી જાય છે, ત્યારે બીજી તરફ વર્ષ 2020 એટલું કપરું અને દુખદાયક હતું કે સાચે કાળા માથાના માનવી પર એવો ઘાત આવ્યો છે કે ઘણા વ્યક્તિઓએ આ દુનિયાને અલવિદા કરીને જતા રહ્યા છે. આજે વાત કરીશું ગોંડલના એક પરિવારની જેમણે 2020ના વર્ષમાં એવું દુ:ખ સહન કર્યા બાદ હાલ કાર્યરત છે તેમની હિંમતને છે સલામ દુ:ખ સહન કર્યા બાદ પણ હાલ કાર્યરત છે તેમની હિંમતને સલામ.
દિલિપ ભાઈ મુળ ગોંડલના વતની છે, તેઓ અમદાવાદમાં છેલ્લા 2.5 વર્ષથી વસવાટ કરે છે તેમના પરિવારમાં પુત્ર, પત્નિ અને એક બહેન છે. દિલિપ ભાઈ જ્યારે ગોંડલમાં વસવાટ કરતા હતા ત્યારે તેમના માતા અને પિતાનું કેન્સરની લાંબી બિમારી બાદ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે સારવારમાં ખર્ચ થતા મકાન પણ વેચવું પડ્યું હતું, ત્યાર બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા, જ્યાં તેમનો પુત્ર એન્જીન્યરીંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. નોંધ પાત્ર છે કે માતા-પિતા ગુમાવવાના દુખમાંથી હજુ બહાર આવ્યા નહોતા અને બીજું આભ તૂટી પડ્યું. તેઓ અમદાવાદમાં જે બેરિંગ કંપનીમાં કાર્ય કરી રહ્યા હતા તે લોકડાઉનમાં બંધ થઈ ગઈ. ત્રણ મહિના પરિવાર ઘરે બેસી રહ્યો જીવન નિર્વાહ કરવાનો ખર્ચ પણ નિકાળવો મુશ્કેલ બની રહ્યો છત્તાં એક પિતા પોતાની ફરજ નિભાવતા રહ્યા હતા.
પરિવારના મોભીની મહેનત લોકડાઉન બાદ તેમના પુત્રએ જણાવ્યું કે પપ્પા આપણે નાસ્તો બનાવીને વેચાણ કરીશું…. ત્યાર બાદ તેમણે બર્ગર બનાવવાનું શરૂં કર્યું સૌ પ્રથમ તેઓ LD એન્જીન્યરીંગ આગળ વેચાણ શરૂ કર્યું પરંતુ માત્ર બે દિવસમાં એક બર્ગરનું વેચાણ થયું. પછી તેઓ ત્યાંથી સ્થળાંતર કરી પાલડી આવ્યા ત્યાં પણ તેમને નિષ્ફળતા પ્રાપ્ત થઈ… આ પછી ફરીથી તેમણે સ્થળ બદલ્યું તેઓ રિવરફ્રન્ટ પર વેચાણ શરૂ કર્યું… પરંતુ દરરોજના 20થી 25 બર્ગર ફેંકી દેવા પડતા હતા.. એક તો લોકડાઉનનો માર અને સતત નિષ્ફળતા બાદ તેઓ સંપૂર્ણ પણે ભાંગી પડ્યા હતા. પરંતુ પુત્રએ પિતાને હિંમત આપતા જણાવ્યું પપ્પા ચિંતા ના કરશો હું તમારી સાથે છું. આપણે ફરીથી કાર્ય શરૂ કરીએ. ત્યાર બાદ આ પરિવાર સિંધુ ભવન રોડ પર પોતાનું નસીબ અજમાવવા માટે કાર્ય શરૂ કર્યું, અને સારી રીતે હાલ બર્ગરની વિવિધ સ્પેશ્યાલિટી સાથે વેચાણ કરીને ગુજરાન ચલાવે છે.
પિતાની હિંમત બન્યો પુત્ર, આ પરિવાર દરરોજ સાંજે 5 વાગ્યા બાદ સિંધુ ભવન રોડ પર ઓર્નેટ પાર્ક-1ની સામે ‘કાકે દા બર્ગર’નો સ્ટોલ ચલાવે છે… હોમ મેડ sous ની સાથે મહેનતની મિઠાશ સાથે વેચાણ કરે છે, એક વખત મુલાકાત લેવી જોઈએ… આપણે સૌ પીઝા હટ, બર્ગર કિંગ, મેક ડોનાલ્ડમાં જઈને સ્વાદનો આંનદ માણીએ છીએ…. તો એક વખત આ પરિવારની મુલાકાત કરો સાચેજ રેસ્ટોરન્ટ જેવો આવશે સ્વાદ.
લોકેશન – સિંધુ ભવન રોડ પર ઓર્નેટ પાર્ક-1ની સામે ‘કાકે દા બર્ગર’નો સ્ટોલ https://maps.app.goo.gl/a5J4GvsvYnxoGgXh8