અભિનેત્રી જૂહી ચાવલાને હાઈકોર્ટે 20 લાખનો દંડ કેમ ફટકાર્યો?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : પૂર્વ ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલા; સોશિયલ વર્કર વીરેન મલિક અને ટીના વાચ્છાનીએ 31 મે 2021 ના રોજ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પીટિશન દાખલ કરીને કહ્યું હતું કે “5G આવતા ઈન્ટરનેટ સ્પીડ સો ગણી વધી જશે. 24 કલાક, 12 મહિના અને 365 દિવસ આપણે રેડિએશનમાં રહીશું. કોઈ પણ માણસ, પશુ, ઝાડ-છોડવા, ચકલીઓ, જીવજંતુ એનાથી બચી શકશે નહી. 5G પ્લાનથી સમસ્ત ધરતીના પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને ગંભીર ખતરો છે. તેથી 5G ટ્રાયલ કરતા ટેલિકોમ કંપનીઓને રોકવી જોઈએ.” ટેલિકોમ કંપનીઓએ કોર્ટને કહેલ કે “ભારતમાં 5G ટેકનોલોજી લોન્ચ કરવી તે સરકારી પોલિસી છે. પોલિસીને ખોટી કહી શકાય નહીં.”

હાઈકોર્ટે 4 જૂન 2021 ના રોજ જૂહી ચાવલાની પીટિશન કાઢી નાખતા કહ્યું કે “પીટિશન કોઈ ઠોસ કારણ વિના કરેલ છે. સૌ પહેલા સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ; સરકાર ન સાંભળે તો કોર્ટ સમક્ષ આવી શકાય. પીટિશન માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી છે !” હાઈકોર્ટે જૂહીને 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો !

આ પણ વાંચો : મ્યુકરમાઈકોસીસ સામે લડવા આયુર્વેદ ડોક્ટરની ટીમ ગુજરાતમાં કાર્યરત, સામન્ય ખર્ચમાં જ આપી રહ્યા છે સારવાર

20 લાખ જેટલી માતબર રકમનો દંડ કરવાનું ખરું કારણ શું? જૂહીને પર્યાવરણ સંરક્ષણની ચિંતા ન હતી; પરંતુ પોતાના પતિ જય મહેતાના અંગત ઈન્વેસ્ટમેન્ટની; અંગત ફાયદાની ચિંતા હતી ! જય મહેતાને Salora ઈન્ટરનેશનલ નામની એક કંપની સાથે ગાઢ સંબંધ છે. Salora અમેરિકાની મોટી ટેલિકોમ્યુનિકેશન કંપની છે; જે દાવો કરે છે કે ‘અમારા પ્રોડક્ટ્સથી ઓછા રેડિએશન નીકળે છે; જે માનવી, પશુ, પક્ષી અને પર્યાવરણ માટે ઉત્તમ છે.’ જૂહીએ પોતાની પીટિશનમાં રેડિએશનને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો ! જૂહીએ ભૂલ એ કરી કે સુનાવણીની લિંક પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કરી; તેનો ઈરાદો હતો કે લોકોમાં ઊહાપોહ મચે અને 5G વિરુધ્ધ માહોલ બને; જેથી ફાયદો Salora ઈન્ટરનેશનલ જેવી કંપનીઓને થાય ! આ કારણસર કોર્ટ ગરમ હતી; તે સમયે વર્ચૂઅલ સુનાવણી દરમિયાન કોઈએ જૂહીની ફિલ્મના ગીતો ગાવાનું શરુ કર્યું; જેના કારણે સુનાવણીમાં વિક્ષેપ ઊભો થયો ! હાઈકોર્ટે ગીત ગાનાર ઉપર કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવી પડી. પરિણામ 20 લાખનો દંડ ! કરવા ગયા કંસાર; થઈ ગઈ થૂલી ! પોતાની કબર પોતે જ ખોદી ! પોતાની પ્રતિષ્ઠા ઉપર પોતે જ કુહાડી ચલાવે તો કઈ રીતે બચે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *