ગરમીનો પારો ધીરે-ધીરે વધી રહ્યો છે. હાલ જ અસહ્ય ગરમી પડે છે. આવા સમયે આપણે માણસો તો એસી, પંખા, કૂલરની વ્યવસ્થા કરી આપણી સમસ્યાનું કોઈપણ રીતે સમાધાન કરી લઈશું પણ આ પક્ષીઓ નું શું? આવી આગ ઝરતી ગરમીમાં એમનો રહેવાનો આસરો ક્યાં? એમને પીવા માટે પાણીની વ્યવસ્થાનું શું? ખાવા માટે એ ક્યાં જશે. આજ વાતની ચિંતા કરી જીવદયાપ્રેમી સંસ્થા વિંગ્સ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, વર્સામેડી શાખા, અને મારાવાડી યુવા મંચ જાગૃતિ શાખા એ સાથે મળીને કરછમાં ૪૬ ડીગ્રી તાપમાનમાં અબોલ જીવ હેરાન ન થાય એટલે પક્ષીઓ માટે માટીના ઘર, પાણીના કુંડા, અને ખોરાક બાજરો ત્યાં સ્થાનિક લેવલે આ બધી આવશ્યક વસ્તુઓનું ફ્રી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિંગ્સ ગ્રુપ ચેરીટેબલ તરફથી સંસ્થાના ફાઉન્ડર છાયા ચૌહાણ, પિંકી આહીર, મિનાક્ષી ત્યાગી અને સભ્યોમાં સંજુ બંસલ અને સુદેશ આહીર હાજર રહ્યા હતાં. મારવાડી જાગૃતી મંચ તરફથી પ્રમુખ સુધા શાહ, સેક્રેટરી રશ્મિ બાગરેચા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૬૦ કરતાં પણ વધારે લોકોને આ કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.