અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના ૬૫ ધારાસભ્ય હાઈકોર્ટેમાં. 1.25 કરોડ ગ્રાન્ટ વાપરવા અરજી

ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાત સરકાર ખાલી મોટી મોટી વાતો કરે છે હાઈકોર્ટના ટીકા બાદ પણ ખાસ ફરક પડ્યો નથી આવાં સમયે કોંગ્રેસના ધારાસભ્ય આગળ આવ્યાં છે. ગુજરાતના 66 ધારાસભ્યોએ કોરોનાકાળમાં લોકોને મદદરુપ થવા માટે હોઇકોર્ટમાં દાદ માંગી છે. તેમણે કપરા સમયમાં પોતાના વિસ્તારના લોકોને સહાયભુત થવા પુરેપુરી 1.25 કરોડની ગ્રાન્ટ વાપરવાની સરકાર પાસેથી મંજૂરી મેળવવા અરજી કરી છે. આ માટે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા કોંગ્રેસના 65 MLA વતી પરેશ ધાનાણી તથા અમીત ચાવડાએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

વધુમાં અરજીમાં અરજદારો તરફથી એવી રજૂઆત કરાઇ છે કે સરકારે ગયા અઠવાડિયે ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટમાંથી મતવિસ્તારમાં 25 લાખ રૂપિયા મેડિકલ સુવિધા માટે વાપરવા દેવાની મંજુરી આપી છે. પરંતુ તેમને બાકીની 1.25 કરોડ રૂપિયાની પુરેપુરી ગ્રાન્ટ પણ મતવિસ્તારમાં વાપરવા દેવાની છૂટ આપવામાં આવે તેવી દાદ માંગી છે. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે આ અરજી પર તાત્કાલિક જવાબ રજૂ કરવા સરકારને હુક્મ કર્યો છે.

આ પણ વાંચો – ઓક્સિજનના અભાવે દર્દીના મોત નરસંહાર સમાન – અલ્હાબાદ હાઈકોર્ટ

ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં વાપરવા 1.50 કરોડની ગ્રાન્ટ મળે છે. આ બાબતે ધારાસભ્યો વતી અમીત ચાવડા તથા પરેશ ધાનાણીએ એડવોકેટ આનંદ યાગ્નિક મારફતે હાઈકોર્ટેમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, અમને પ્રત્યેક ધારાસભ્યને 1.50 કરોડ ગ્રાન્ટ મળે છે. ગયા સપ્તાહે ગુજરાત સરકારે અમને આ ગ્રાન્ટની રકમમાંથી 25 લાખ રૂપિયા મેડિકલ સુવિધા પાછળ ખર્ચવા માટેની પરવાનગી આપી છે પણ અમારે તમામ 66 ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં તમામે તમામ ગ્રાન્ટની રકમ 1.50 કરોડ રૂપિયા કોરોનાના ટેસ્ટીંગ તથા ટ્રીટમેન્ટ પાછળ વાપરવા છે. અરજદારો તરફથી એડવોકેટ આનંદ યાગ્નિકે એવી રજૂઆત કરી હતી કે, અત્યારે એમ્બ્યુલન્સથી માંડીને બેડ, ઓક્સીજન, રેમડેસીવીર તથા ટોસીલૂઝીમેબ ઇન્જેંકશન મળતાં નથી. અને પરિણામ સ્વરુપે લોકો મરી રહ્યાં છે. લોકોને એમ્બ્યુલન્સના અભાવે ગાડામાં, કારમાં, રિક્ષામાં કે પછી મોટર સાયકલ પર સારવાર માટે આવવું પડે છે. તો અમારે તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ હોસ્પિટલ બનાવવા માટે ઓક્સિજન પ્લાન્ટ, એમ્બ્યુલન્સ, બેડ, વેન્ટીલેટર ઉપરાંત ઓક્સીજન કોન્સ્ટ્રેટેટર, રેમડેસીવીર ઇન્જેંકશન ખરીદવા માટે પુરેપુરા પૈસા વાપરવા છે.

આ પણ વાંચો – જીગ્નેશ મેવાણીના ઓક્સિજન પ્લાન્ટ માટે સાઉથ સ્ટાર પ્રકાશ રાજે અને ગુજરાતના પ્રતિક ગાંધીએ કરી મદદ

25 લાખ રૂપિયામાં કશું નહીં કરી શકીએ એવી દલિલ વકીલે કરી છે. અમે લોકો 25 લાખ રૂપિયામાં કશું નહીં કરી શકીએ. અને હજારો લોકો મરી ગયા પછી બાકીની ગ્રાન્ટ અમારે કયાં વાપરવી તેથી અમને તમામ 1.25 કરોડ ગ્રાન્ટની રકમ વાપરવા માટેની છૂટ આપવામાં આવે તેવી દાદ માંગી હતી. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે આ અરજી પર તાત્કાલિક ધોરણે જવાબ રજૂ કરવા સરકારને આદેશ આપ્યો છે. હવે જોવાનું રહેશે કે સરકાર શું જવાબ રજૂ કરે છે.

Leave a Reply

%d bloggers like this: