જીગ્નેશ મેવાણીના ઓક્સિજન પ્લાન્ટ માટે સાઉથ સ્ટાર પ્રકાશ રાજે અને ગુજરાતના પ્રતિક ગાંધીએ કરી મદદ

સિધમ હોય કે વોન્ટેડ હોય કે કોઇપણ સાઉથની ફિલ્મ હોય એમાં મોટાભાગે વિલનના રોલમાં જોવા મળતાં સાઉથના સ્ટાર પ્રકાશ રાજે અસલ જીંદગીમાં તો હીરો જ છે એ સાબિત કરી દીધું છે. ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડગામમાં ઑક્સીજન પ્લાન્ટ માટે રુ.2 લાખ દાનમાં આપ્યા છે. એવી જ બીજા એક ગુજરાતી કલાકાર પણ હાલ બોલીવુડ માં જેમનું નામ લેવાય છે એવા પ્રતિક ગાંધી એ પણ મદદ કરી છે અને એમણે ટ્વીટ કરી ડોનેટ કરવા માટે અપીલ કરી છે. રકમની કોઈ વાત નથી પણ તેમની ટ્વીટ પરથી લાગે છે કે, તેમણે પણ આર્થિક સહાય કરી હશે.

હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જીગ્નેશ મેવાણી લોકોને મદદ કરવા કટિબદ્ધ બન્યા છે. અને તેમણે રાજ્યના ચીફ સેક્રેટરીને મળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ પાસે પણ દાદ માંગી છે અને હવે લોક ફાળાથી વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવા લોક ફાળો એકત્રિત કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણીએ ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી 30 લાખ રૂપિયાની તૈયારી દર્શાવી હોવા છતાં સરકાર દ્વારા નિયમોની વાત કરી મંજૂરી આપી ન્હોતી. મેવાણીએ હાઇકોર્ટમાં માગી દાદ માગી હતી. કોરોનાની વકરેલી સ્થિતિ અને ઑક્સીજન- વેન્ટિલેટરની ઊભી થયેલી તંગીની પરિસ્થિતિ જોતાં જીગ્નેશ મેવાણીએ પોતાના મત વિસ્તારમાં કોરોના સામે લડવા સવલતો ઉભી કરવા, ઓક્સિજન પ્લાન્ટ બનાવવા અને ઓક્સીજન કોન્સેન્ટ્રેટર ખરીદવા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જીગ્નેશ મેવાણીએ રજૂઆત કરી કે, “મને મારી ગ્રાન્ટ માંથી કોઈપણ સંજોગોમાં ઓક્સિજનની વ્યવસ્થા વડગામ માટે ઊભી કરવા દો. આવનારા દિવસોમાં સરકાર આ મુદ્દે પોતાના જવાબ રજૂ કરશે.” બીજી બાજુ, જીગ્નેશ મેવાણીએ સરકારના જવાબની રાહ જોઈને બેસી ના રહેતા પોતે સમાજ અને લોકો પાસેથી ફંડ ફાળો ઉઘરાવવાની શરુઆત કરી દીધી હતી. ,સૌથી પહેલાં પોતાના પગાર માંથી 1 લાખનું દાન આપી, ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના સક્રિય પ્રયાસો હાથ ધરી દીધા છે. મળતી માહિતી મુજબ એક્ટર પ્રતિક ગાંધી ધ્વારા પણ વડગામ ખાતે ઑક્સીજન પ્લાન્ટ બનાવવા ડોનેશન આપવામાં આવ્યું છે. પ્રતિક ગાંધીએ ટ્વિટર પર લોકોને આ સંકટની સ્થિતિમાં શકય એ રીતે મદદ કરવા અપીલ કરી છે.

¶ જીગ્નેશ મેવાણી મદદ કરવા શેર કરેલ મેસેજ – ધારાસભ્ય વડગામની પહેલ: ઓકસીજન પ્લાન્ટ ઊભો કરવા લોકફાળાની ઉપાડી ઝુંબેશ.

સરકારની મદદ પહોંચે ત્યાં સુધી ફંડ / ફાળો કરીને પણ ઓકસીજન પ્લાન્ટ ઊભો કરીએ અને વસાવીએ ઓકસીજન કોન્સનટ્રેટર રૂપિયા ૫૦ લાખમાં એક ઓકસીજન પ્લાન્ટ બને ૩૦-૪૦ લાખમાં અને બાકીની રકમથી ખરીદીએ ઓકસીજન કોન્સનટ્રેટર

હું ધારા સભ્ય વડગામ જીજ્ઞેશ મેવાણી આપ સૌને અપીલ કરું છું કે આપણે એક એક પાઈનો લોકોને હિસાબ આપીશું પણ સંકટના આ સમયમાં ઉદાર હાથે ભરપૂર ફાળો આપો અને અનેક લોકોના જીવ બચાવવાના આ મિશનમાં સહભાગી બનો.
તમારી નાનામાં નાની રકમ પણ અમારા માટે મહામૂલું યોગદાન છે.

લોક ફાળો જમાં કરવાનું એકાઉન્ટ નંબર છે: 39997924009
એકાઉન્ટનું નામ: We The People Charitable trust
IFSC કોડ: SBIN0001203
બ્રાન્ચ કોડ: 1203

આ સિવાય તમે આ લિંક પર ક્લીક કરીને પણ કરી શકો છો દાનની મદદ
http://bit.ly/OxygenForGujarat

જુવો જીજ્ઞેશ મેવાણીનો આ વિડિયો
https://youtu.be/vF_7QLXaukg

વિશેષ નોંધ : જે ૧૦૦ રૂપિયા ફાળો આપશે એને પણ હિસાબ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *