અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોરોના પોઝીટીવ આવ્યાં, ટ્વીટ કરી માહિતી આપી

મળતી માહિતી મુજબ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોરોના પોઝીટીવ આવતાં હાલ સારવાર હેઠળ હોવાનાં અહેવાલ મળી રહ્યા છે. હાલ જીગ્નેશ મેવાણી ની તબિયત સારી સ્થિતિમાં છે. જેની માહિતી જીગ્નેશ મેવાણીએ ખુદ ટ્વીટ કરીને માહીતી આપી છે.

આપને વધુમાં જણાવી દઈએ કે, અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છેલ્લા 10 દિવસથી પોતાના મત વિસ્તારમાં હતા, જ્યાં તેઓ મત વિસ્તારના કામોમાં વ્યસ્ત હતા. જો કે થોડા દિવસ પહેલા તેમની તબિયત નાદુરસ્ત લાગતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હાલ જીગ્નેશ મેવાણીને આઈસોલેશનમાં રાખાવામાં આવ્યા છે. અને તેમણે વિનંતી કરી છે કે, તેમના સંપર્કમાં આવેલ લોકો કવોરનટાઇન થઈ જાય અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. આ સાથે જ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લોકોને માસ્ક પહેરવા, ઘરમાં રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની પણ અપીલ કરી છે. આ સાથે જ જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વીટમાં પોતાના જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહેલા મેડિકલ સ્ટાફ, ડૉક્ટરો સહિત અન્ય ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માન્યો છે.

Leave a Reply

%d bloggers like this: