જીગ્નેશ મેવાણી ઓક્સિજન માટે મહેનત કરી ફંડ એકત્ર કરી રહ્યા છે એ ટ્રસ્ટનુ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી દીધું

ઘારાસભ્ય જીગ્નેશ મેવાણી ઘણાં દિવસથી લોકહિતમાં કાર્યો કરી રહ્યા છે. તેમણે થોડા સમય પહેલાં We the people Foundationની સાથે રહી પોતના મત વિસ્તારમા ઓક્સિજન પ્લાન્ટ માટે લોકો પાસે ડોનેશનની માંગણી કરી હતી. પોતે રસ્તા પર ભીખ માંગી પૈસા ભેગાં કર્યાં હતાં આવા સમયે લોકોએ પણ દિલ ખોલીને અને માટે ડોનેશન આપ્યું હતું. ત્યારે અચાનક કોઇપણ નોટીસ વગર અચાનક આ ટ્રસ્ટનુ બેન્ક એકાઉન્ટ ચેરીટી કમિશ્નરે સીલ કરી દીધું હતું. જેમા જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે કે, રાજકીય કિન્નાખોરી રાખી ઉપરથી કોઈએ આમ કરાવ્યું છે. મળતી માહિતી મુજબ એક અજાણ્યો પત્ર મળ્યો હતો જેના આધારે કમિશનરે આ પગલાં ભર્યા હોય એમ કહેવાય છે પણ જીગ્નેશ મેવાણીનુ માનીએ તો ગાંધીનગરથી ઓર્ડર થયો હોય અને સરકાર જીગ્નેશ મેવાણીનું સારું કામ જોઈ ન શકતી હોવાથી આ કાર્ય કર્યું હોય એમ લાગે છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં ઓક્સિજનની જરૂરિયાત હોઇ, લોકો પાસેથી ફંડ ઉઘરાવતી એનજીઓનું બેન્ક ખાતું ફ્રીજ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ગુજરાત ચેરીટી કમિશનરની કચેરીએ લીધો છે.

આ પણ વાંચો – બબીતા જાતિ આધારિત ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર #ArrestMunmunDutta ટ્રેન્ડ થઈ રહ્યું છે

આ બેન્કમાં ઉઘરાવાયેલું 30 લાખનું ફંડ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોરોના દર્દીઓની મદદ કરવા માટે ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું અને લોકોને ફંડ આપવા અપીલ પણ કરી હતી. આ ટ્રસ્ટમાં ફંડ આપનારા અગ્રણી દાતામાં ફિલ્મસ્ટાર પ્રકાશ રાજનો સમાવેશ થાય છે કે જેમણે આ એનજીઓને ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું છે. રાજ્યના ચેરીટી કમિશનરે એનજીઓના એકાઉન્ટને ફ્રીજ કરી દીધું છે તેથી તેઓ ફંડમાં રૂપિયા વાપરી શકશે નહીં. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ અન્ય મેડીકલ સુવિધા ઉભી કરવા માગતા હતા. રાજ્યના સૌથી વધુ ગરીબ અને આર્થિક રીતે પછાત એવા બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓ માટે સુવિધા ઉભી કરવાનો તેમનો પ્રયાસ હતો. અને વી ધ પીપલ ટેરીટેબલ ટ્રસ્ટ નામના સાત ટ્રસ્ટીઓના બનેલા સંગઠનને શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી છે. એનજીઓનું એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છે. મળતી માહિતી અનુસાર આ બેન્ક એકાઉન્ટ સીલ કરવાનું કારણ એવું છે કે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ટ્રસ્ટી નહીં હોવા છતાં લોકોને દાન માટે અપીલ કરી રહ્યાં હતા. ચેરીટી કમિશનરને ફરિયાદ મળ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. કમિશનર ઓફિસના અધિકારીએ કહ્યું હતું કે અમે એનજીઓના ટ્રસ્ટીઓને નોટીસ આપીને ખુલાસો પૂછ્યો હતો પરંતુ તેઓ કોઇ ખુસાલો કરી શક્યા ન હતા તેથી બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરવાની ફરજ પડી છે. સાત ટ્રસ્ટીઓ પૈકી કોઇએ ચેરીટી કમિશનરમાં જવાબ આપ્યો નથી. ટ્રસ્ટ તરફથી એવો કોઇ ઠરાવ કર્યો છે કે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પબ્લિક પાસેથી ફંડ ઉઘરાવી શકે તેવા પ્રશ્નનો જવાબ કોઇ ટ્રસ્ટી આપી શક્યા ન હતા તેથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચેરીટી કમિશનરની ઓફિસ કહી રહી છે. આ કેસમાં ટ્સ્ટના પ્રતિક અને નામ અંગેના અધિનિયમનો ભંગ થયો છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે અમે જિલ્લામાં કોરોના સંક્રમણના નિયંત્રણ અને દર્દીઓ માટે કામ કરી રહ્યાં છીએ તે કોઇ પાર્ટીને ખટકે છે તેથી અમને અટકાવવામાં આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓમાં ફંડ એકત્ર કરવા માટે એક આંદોલન શરૂ થયું છે તેથી સરકાર અને ભાજપ ભયભીત બન્યાં છે તેથી અમારા પર આ કાર્યવાહી કરવામાં આવી છે. મેવાણીની અપીલના કારણે ટ્રસ્ટને અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાનું દાન મળ્યું છે અને તેમાં ફિલ્મસ્ટાર પ્રકાશ રાજના ચાર લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.

Leave a Reply

%d bloggers like this: