વૃદ્ધો મરી જાય તો કંઇ વાંધો નહીં, બાળકોને પહેલા રસી આપવાની જરુર હતી – રાજસ્થાન મંત્રી

કોરોના વાયરસ મહામારીના સમયમાં રાજનેતાઓએ ઘણુ જ્ઞાન આપ્યું છે. કોઇએ ગૌમૂત્ર વડે કોરોના દૂર કરવાનો દાવો કર્યો તો કોઇએ બીજા વિવાદિત નિવેદનો આપ્યા છે. ત્યારે આ યાદીમાં હવે રાજસ્થાન સરકારના એક મંત્રીનું નામ પણ ઉમેરાયું છે. રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોના વેક્સિનેશનને લઇને જ્ઞાન આપ્યું છે. તેમના નિવેદન બાદ વિવાદ શરુ થયો છે. રાજસ્થાનના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ વેક્સિનેશનને લઇને નવું જ જ્ઞાન આપ્યું છે. મંત્રીજીએ કહ્યું કે તમને ખબર છે કે રસી કોને આપવામાં આવે છે? આજ સુધી આપણા દેશમાં રસી તો બાળકોને જ લગાવવામાં આવે છે. તો આ વૃદ્ધોને રસી કેમ આપવામાં આવે છે? તેમણે આગળ કહ્યું કે કોરોનામાં પણ સૌથી પહેલા બાળકોને જ રસી પવાની જરુર હતી કારણ કે બાળકોને બચાવવા સૌથા વધારે જરુરી છે.

આ પણ વાંચો : ડોમિનિકા હાઈકોર્ટે ભાગેડુ મેહુલ ચોક્સીને જામીન આપવા કર્યો ઈનકાર

કલ્લાએ કહ્યું કે મોદી સરકારે કોરોનાની રસી મફતમાં વૃદ્ધોને આપવાનું શરુ કરી દીધું છે. તેમણે કહ્યું કે મેં વૃદ્ધોને કહેતા સાંભળ્યા છે કે અમે તો આમ પણ 80-85 વર્ષના થયા છીએ. અમે કોરોનાથી મરી જઇએ તો કંઇ નહીં. પહેલા અમારા બાળકોને રસી આપો. આ સિવાય તેમણે કેન્દ્ર સરકારની વેક્સિનેશન પોલીસિને લઇને પણ આકરા પ્રહાર કર્યા છે. તેમણે આગળ કહ્યું કે પીએમ વેક્સિનેશન નીતિ ખોટી છે. રસી આવી ત્યારે સૌથી પહેલા તેને બાળકોને આપવાની જરુર હતી, પરંતુ મોદી સરકારે આવું ના કર્યુ. જેના કારણે સમસ્યાઓ થઇ છે. કેન્દ્રિય જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાન સરકારના મંત્રી બીડી કલ્લાનું નિવેદન ટ્વિટ કરીને તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે.

Leave a Reply

%d bloggers like this: