2019માં અચાનક આવેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીઘો છે. વિશ્ર્વ હજુ પણ તેની સામે લડી રહ્યું છે. આ વાયરસે લાખો લોકોના જીવ લીધા, લાખો લોકો આ ચેપ સામે લડ્યા છે વિશ્વના તમામ દેશોને આર્થિક ખરાબ દિવસો જોવા પડ્યા છે. અને ખાસ તો લોકો ઘરની બહાર નીકળતા પહેલા તેમના ચહેરા પર માસ્ક લગાવવા માટે મજબુર થઇ ગયા છે અને અત્યારે પણ છે. એવામાં ઇઝરાઇલની આ તસવીરોએ વિશ્વમાં એક નવી આશા જગાવી છે કે ફરી એકવાર લોકો તેમના ચહેરા પર માસ્ક નહીં, પરંતુ સ્મિત સાથે ઘરની બહાર નિકળી શકશે. મળતી માહીતી મુજબ, 81 ટકા લોકોનાં રસીકરણ પછી, ઇઝરાઇલે માસ્ક પહેરવાની આવશ્યકતાને દૂર કરી દીધી છે. આ પછી, મોટાભાગના લોકોએ ચહેરા પરથી માસ્ક કાઢી નાખ્યાં છે. ઇઝરાઇલ સંભવત: વિશ્વનો પહેલો દેશ છે જેણે માસ્ક હટાવવાનો હુકમ આપ્યો છે.
Masking in our glory, because masks are no longer required outdoors in #Israel! pic.twitter.com/8bfvuy5oyS
— Israel ישראל (@Israel) April 19, 2021
આપને જાણવી દઈએ કે, ઇઝરાઇલમાં, 16 વર્ષથી વધુ ઉંમરના 81 ટકા નાગરિકો અને રહેવાસીઓને કોરોનાની રસી લગાવવામાં આવી છે. આ પછી, અહીં કોરોના ચેપ અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે, રસીકરણ વિનાનાં વિદેશીઓ અને ઇઝરાઇલી નાગરિકોનો પ્રવેશ મર્યાદિત છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. આ કોરોનાનાં બદલાતા સ્વરૂપોથી ઉદભવેલા પડકારનાં કારણે આવું કરવામાં આવી રહ્યું છે. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તેને દેશમાં નવા ભારતીય વેરિએન્ટના સાત કેસ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પત્રકારો સાથે વાત કરતા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, “અમે હાલમાં કોરોના વાયરસથી જીતવાના મામલે વિશ્વની આગેવાની કરી રહ્યા છીએ.” જો કે, તેમણે કહ્યું કે કોરોના સામેની લડત પૂરી થઈ નથી. તે પરત પણ આવી શકે છે. એક વર્ષ પહેલા ઘરની બહાર નિકળનારા લોકો માટે માસ્ક ફરજિયાત કરાયો હતો, પરંતુ હવે આ હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જો કે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે માસ્ક હજી પણ ઇન્ડોર પબ્લિક સ્પેસમાં પહેરવામાં આવશે, તેમજ લોકોને કહેવામાં આવ્યું છે તેમની સાથે માસ્ક રાખે. ઇઝરાઇલના સૌથી મોટા અખબાર ‘ઇઝરાઇલ હાયોમ’ એ એક કવર હેડ લાઇન બનાવી છે “આઝાદથી શ્વાસ લઇ રહ્યા છિએ” એક કરોડથી ઓછી વસ્તી ધરાવતા દેશ ઇઝરાઇલમાં, કુલ 837,160 લોકો કોરોનાથી સંક્રમિત થયા તો 6,338 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અહીં માત્ર 113 કેસ નોંધાયા છે. કુલ 828,552 લોકોને રિકવર થઇ ચુક્યા છે, જ્યારે એક્ટિવ કેસ માત્ર 2,270 છે.