ઈઝરાયલ પર હમાસનો સૌથી મોટો હુમલો, 130 રોકેટનો મારો, ભારતીય કેરટેકર મહિલાનું મોત

જેરૂસલેમ ખાતે આવેલી અલ-અક્સા મસ્જિદમાં સોમવારે પેલેસ્ટાઈનીઓ અને ઈઝરાયલી સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. તે ઘટના બાદ ફરી એક વખત પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે આર-પારનો જંગ વર્તાઈ રહ્યો છે. બંને તરફથી રોકેટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈઝરાયેલ અને ફિલીસ્તાઈન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. મંગળળવારે ફિલિસ્તાઈનના હમાસ સંગઠને તેલ અવીવ, એશ્કેલોન અને હોલોન શહેર પર 130 રૉકેટ હુમલા કર્યા છે અને યેરુસલેમમાં ભારે હિંસા ફેલાઈ છે જેમાં એક ભારતીય મહિલા સહિત 32 લોકોના મોત થઈ ગયા છે. આ અંગે માહિતી ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. આ હિંસામાં સેંકડો લોકોના ઘાયલ થવાના સમાચાર છે. હમાસના આ હુમલાના જવાબમાં ઈઝારયેલી એરફોર્સે પણ વળતો જવાબ આપ્યો છે. તેણે તેના કબ્જાવાળી ગાઝાપટ્ટી પર હુમલો કર્યો છે.

તાજેતરના અહેવાલ પ્રમાણે હમાસના રોકેટ હુમલામાં એક ભારતીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે મહિલાનું નામ સૌમ્યા સંતોષ હતું અને તે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં વસી રહ્યા હતા. ઈઝરાયલના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હમાસે રહેણાંક વિસ્તારમાં આશરે 130 રોકેટનો મારો ચલાવ્યો હતો અને જેરૂસલેમમાં ભારે હિંસા ફેલાવી હતી. ભારતીય મહિલનાનુ મોત. તમને જણાવી દઈએ કે રૉકેટ હુમલામાં જે ભારતીય મહિલનાનુ મોત થયુ છે તે કેરળની રહેવાસી હતી અને તેનુ નામ સૌમ્યા સંતોષ હતુ કે જે 7 વર્ષથી ઈઝરાયેલમાં રહેતી હતી અને એક ઘરેલુ સહાયિકા તરીકે ત્યાં કામ કરતી હતી. તેના પરિવારના સભ્યોએ જણાવ્યુ કે અશ્કેલોન શહેમાં 31 વર્ષીય સૌમ્યાના ઘરે જે વખતે રૉકેટ પડ્યુ એ વખતે તે વીડિયો કૉલ પર કેરળમાં પોતાના પતિ સંતોષ સાથે વાત કરી રહી હતી. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત ડૉ. રૉન મલકાએ ટ્વિટ કરીને સૌમ્યા સંતોષનો મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

આ પણ વાંચો – ભાવનગરની એક હોસ્પિટલમાં આગ દુર્ઘટના, ICUમાં એડમિટ હતા 70 દર્દીઓ

આવા જ એક હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષ મૃત્યુ પામ્યા છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત ડૉ. રૉન મલકાએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી અને મૃતકના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, ઈઝરાયલ તરફથી હું સૌમ્યા સંતોષના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. તેઓ હમાસના આતંકવાદી હુમલામાં માર્યા ગયા છે. આ ક્રૂર આતંકવાદી હુમલામાં એક 9 વર્ષના બાળકે પોતાની માતા ગુમાવી તે જાણીને અમારૂ દિલ રડી રહ્યું છે. હુમલો થયો તે સમયે સૌમ્યા વીડિયો કોલ દ્વારા પોતાના પતિ સાથે વાત કરી રહ્યા હતા અને અચાનક હુમલો થતા કોલ બંધ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે રૉકેટ હુમલાનો એક વીડિયો ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ તરફથી પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે હમાસ તરફથી કઈ રીતે હુમલા કરવામાં આવી રહ્યા હતા. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ આ હુમલા પર તીખી પ્રતિક્રિયા આપીને કહ્યુ કે, ‘હમાસે પોતાની બધી હદો પાર કરી દીધી છે, હવે તેને કોઈ પણ કિંમતે છોડવામાં ન આવી શકે. તેની સામે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે, તેણે આની ભારે કિંમત ચૂકવવી જ પડશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *