ઈસ્માઈલી સિવિક દિવસ નિમિત્તે ઈસ્માઈલી કાઉન્સિલ ફોર અમદાવાદ દ્વારા કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પર્યાવરણીય દેખરેખ જાગૃતિ કાર્યક્રમમાં યુવાનોનું અનોખું ઉદાહરણ

નેલ્સન પરમાર : તા. 25 મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 9 તેમજ સાંજે 5 થી 9 દરમ્યાન કાંકરીયા, અમદાવાદ ખાતે ઈસ્માઈલી સિવિક ડે (Ismaili Civic Day) તરીકે ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત કાંકરીયા લેકફ઼ન્ટ ખાતે ઈસ્માઈલી કાઉન્સિલ ફોર અમદાવાદ દ્વારા ૨૦૦થી વધુ વોલિન્ટરો થકી સ્વચ્છતા અભિયાન તેમજ કાંકરિયામાં દિવસ દરમ્યાન આવતા તમામ મુલાકાતીઓને પર્યાવરણની જાળવણી તેમજ જાગૃતિ ફ઼ેલાવવા વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  

આ પ્રસંગે ઈસ્માઈલી સમુદાયના લગભગ ૨૦૦ વોલિન્ટરો, કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ફ઼્લેશ મોબ, ક્વિઝ, પઝલ, વેસ્ટમાંથી રંગોલી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી સમાજ ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણીય દેખરેખ (Environmental Stewardship) વિશે જાગૃક્તા ફ઼ેલાવવા માટે અવિરત પણે કર્યો કરવા માટે સામૂહિક નિર્ણય લેવામાં આવેલ હતો. ઈસ્માઈલી સિવિકના ભાગરૂપે બ્લડ ડોનેશન ડ્રાઈવ, મેડિકલ કેમ્પ અને ફૂડ ડોનેશન ડ્રાઈવ જેવી વિવિધ પ્રવત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાના કાર્યક્રમો હંમેશા કરતા રહ્યા છે.

Islamii day

વધુમાં માહિતી આપતા સંસ્થાના સ્નેહલ ધનવાણી એ જણાવ્યું હતું કે શિઆ ઇસ્માઈલી સમુદાય અને હિઝ હાઈનેસ પદ્મ વિભુષણ એવોર્ડ સમ્માનિત ધર્મગુરુ પ્રિન્સ આગા ખાન વિશ્વભરમાં આગા ખાન ફ઼ાઉન્ડેશન તેમજ આગા ખાન ડેવ્લપમેન્ટ અને અન્ય સંસ્થાઓ થકી વિવિધ દેશોમાં માનવ જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના વિવિધ કાર્યો અવિરત પણે કરે છે. 

હિઝ હાઈનેસ પ્રિન્સ આગા ખાનને વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવેલ. વિશ્વભરમાં ઈસ્માઈલી સમુદાય આજ રોજ ૨૫ સપ્ટેમ્બર ના રોજ, પર્યાવરણની જાળવણી માટે સાથે આવે છે. વિશ્વભરમાં હજારો વોલિન્ટરોએ પાર્ક અને બીચની સફાઈ, રીસાયક્લિંગ, અને ટ્રી પ્લાન્ટેશન વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે આ મહિના ના અંતિમ સપ્તાહમાં તેમનો સમય નક્કી કરેલ છે ઉપરોક્ત કાર્યક્રમમાં કાંકરિયા લેક્ફ્રન્ટના અધિકારીઓ કર્મચારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહયોગ મળ્યો હતો. 

આ કાર્યક્રમના ઇસ્માઈલી કાઉન્સિલ ફોર અમદાવાદ સંસ્થાના પ્રમુખ સલીમ હિમાણી, મુખી કામડિયા તેમજ વિવિધ મજલિસ ના મુખી ની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

Be the first to comment

Leave a Reply