લખતાં આવડે છે? તો ‘પ્રધાનમંત્રી યુવા યોજના’ ૬ મહિના સુધી દર મહિને 50,000 આપશે સરકાર.

આ સ્કીમમાં કોણ ભાગ લઇ શકશે? તો આ સ્કીમમાં 30 વર્ષથી ઓછી વયના કોઇ પણ યુવા ભાગ લઇ શકશે. 1 જૂનથી 31 જુલાઇ 2021 સુધી https://www.mygov.in/ના માધ્યમથી આયોજિત થનારી અખિલ ભારતીય સ્પર્ધા દ્વ્રારા 75 લેખકોની પસંદગી કરવામાં આવશે. અરજી કરવા માટે સ્પર્ધકોએ 5,000 શબ્દોમાં એક મેન્યુસ્ક્રિપ્ટ લખીને જમા કરાવવી પડશે. તેમાંથી 75 વિજેતાઓની પસંદગી કરાશે અને તેમની જાહેરાત 15 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવશે. વિજેતાઓને 6 મહિના સુધી સ્ટાઇપેન્ડ તરીકે માસિક 50,000 રૂપિયાની સહાય મળશે.

સ્કીમ હેઠળ પહેલાં એક સ્પર્ધા યોજવામાં આવશે. તેમાંથી 75 લેખકોની પસંદગી કરવામાં આવશે. તેમને જાણીતા લેખકો/મેન્ટર લખવાની ટ્રેનિંગ આપશે. મેન્ટરશીપ દરમિયાન 15 ડિસેમ્બર 2021 સુધી બધાની મેન્ચુસ્ક્રિપ્ટ્સ (હસ્તપ્રતો) તૈયાર કરી લેવાશે. જેને પુસ્તક સ્વરુપે નેશનલ બુક ટ્રસ્ટ દ્વ્રારા પ્રકાશિત કરવામાં આવશે. આ તમામ પુસ્તકો 12 જાન્યુઆરી 2022ના રાષ્ટ્રીય યુવા દિવસે લોન્ચ કરવામાં આવશે. આ પુસ્તકોને અન્ય ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવશે. PMએ યુવાનોને સ્વતંત્રતા સેનાનીઓ, આઝાદી સાથે સંકળાયેલી ઘટનાઓ, સ્વતંત્રતા સંગ્રામ સમયની વીરગાથા અંગે લેખવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોને તાલીમ અને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી યુવા યોજના લોન્ચ કરી હતી.

આ પણ વાંચો – ત્રણેય વેક્સિન કોવિશીલ્ડ, સ્પૂતનિક અને કોવેક્સિનની સરકારે નક્કી કરેલી કિંમત જાણો.

દેશમાં લેખનકાર્યને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે પીએમ યુવા યોજના શરૂ કરી છે. જેમાં સારુ લખતા યુવાનોને મહિને હજારો રૂપિયા કમાવવાની તક છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં કેટલાક ટેલેન્ટેડ ઉમેદવારોની પસંદગી કરાશે અને તેમને દર મહિને 50 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. સાથે સિદ્ધહસ્ત લેખકો દ્વારા તાલીમ પણ આપાશે. જે યુવાનોને સારું લખતા આવડે છે અને લેખક બનવા માંગે છે. તેમના માટેની આ યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી 2021ના રોજ પોતાની મન કી બાત કાર્યક્રમમાં યુવા પીઢીને લેખન તરફ ધ્યાન આપવા આહ્વાન કર્યું હતું.

Leave a Reply

%d bloggers like this: