શું આયુર્વેદ બાબા રામદેવની જાગીર છે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર: ભારતમાં કોઈપણ બીમારી આવે બાબાઓ/બાપૂઓ પાસે ઈલાજ તૈયાર હોય છે ! બાબા રામદેવે 24 મે 2021ના રોજ, એલોપથી ચિકિત્સા પ્રધ્ધતિ સામે 25 સવાલ પૂછ્યા છે. સવાલ જોતાં એવું લાગે કે રામદેવને એલોપથી ચિકિત્સા પ્રધ્ધતિ ‘સ્ટુપિડ સાયન્સ’ લાગે છે !પરંતુ જેમ કોઈ કવિ કોઈ ડેમના બાંધકામ અંગે સવાલ ઊઠાવે તો કેવું લાગે? રામદેવ યોગ વિશે કહે ત્યાં સુધી માની શકાય; પરંતુ એલોપથી વિશે કંઈ કહે તો કઈ રીતે માની શકાય? ભૂતકાળમાં, બાબા પોતે અને તેમના શિષ્ય બાલકૃષ્ણ જ્યારે ગંભીર બીમાર પડ્યા હતા ત્યારે એલોપથી સારવાર માટે હોસ્પિટલમાં સારવાર કરાવેલી હતી; શું રામદેવ દંભી નથી? પોતે સારવાર પણ કરાવે અને એલોપથી ચિકિત્સા પ્રધ્ધતિને ઉતારી પણ પાડે; આ કેવું? પરંતુ જ્યાં વડાપ્રધાને પાંચ વાગ્યે, પાંચ મિનિટ સુધી થાળી પીટાવવાના અને નવ વાગ્યે નવ મિનિટ સુધી મીણબત્તી અને મોબાઈલની લાઈટ કરાવવાના કિમિયા અજમાવ્યા હોય ત્યાં બાબા પાછળ કેમ રહે? IMA-ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 25 મે 2021ના રોજ, રામદેવને 1,000 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ આપી છે. રામદેવ સામે વેક્સિનને ઉતારી પાડવા માટે ગુનો દાખલ કરવાની માંગણી થઈ રહી છે; ત્યારે રામદેવે કહ્યું છે કે ‘કિસી કા બાપ ભી એરેસ્ટ નહીં કર સકતા !’ રામદેવે ભૂલવું ન જોઈએ કે પોલીસે આશારામને એકેસ્ટ કર્યો તે પહેલા આશારામ પણ આવું જ કહેતો હતો. યાદ રહે; આ એ જ યોગગુરુ બાબા રામદેવ છે; જેણે આશારામની ધરપકડનો વિરોધ કર્યો હતો !

આ પણ વાંચો – બાબા રામદેવ પર આ મુખ્યમંત્રીનો આરોપ, પતંજલિ ગુરુકુળમાં બાળકો બંધક બનાવ્યાં

રામદેવે જે સવાલો પૂછ્યા છે તે એક આયુર્વેદિક નિષ્ણાંત પણ ન પૂછી શકે તે પ્રકારના છે. રામદેવ પાસે આયુર્વેદની કોઈ ડીગ્રી નથી. લોકો યોગના પ્રયોગો અને ભગવા કપડાંને કારણે તેમની ઉપર વિશ્વાસ કરે છે. 2014 પછી ભગવાધારીઓએ લોજિકને હરાવી દીધું છે ! સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તો કેન્સર/કોરોનાનો ઈલાજ માત્ર ગોમૂત્ર છે; તેમ જાહેર કર્યું છે. કોઈ ગંગામાં ડૂબકીને ઈલાજ માને છે. કોઈએ ગોબર લેપનને તો કોઈએ હવનને કોરોનાનો ઈલાજ બતાવ્યો. કોઈએ કહ્યું કે નાકથી લીંબુ રસ પીવાથી લોહીમાં 80% સુધી ઓક્સિજનની વૃદ્ધિ થાય છે. સ્વામી ચક્રપાણીએ ગૌમૂત્ર પાર્ટીનું આયોજન કરેલ. રામદેવ કોરોનાનો ઈલાજ માત્ર આયુર્વેદ માને છે. શ્રધ્ધા આધારિત અતાર્કિક વાતોનું જાણે પૂર આવ્યું ! ધાર્મિક રાષ્ટ્રવાદનો પાયો શ્રદ્ધા હોય છે અને શ્રધ્ધા જ સમાજમાં અસમાનતાને કાયદેસર બનાવે છે. આપણું બંધારક્ણ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો આગ્રહ રાખે છે; પરંતુ સત્તાપક્ષ શ્રધ્ધાનો આગ્રહ રાખે છે. તેમના સવાલોમાં 21 નંબરનો સવાલ જોઈને એલોપથી ડોક્ટર્સ જ નહી વિચારશીલ લોકોના મગજ કામ કરતા બંધ થઈ ગયા છે; રામદેવ પૂછે છે : “માણસ બહુ જ હિંસક છે; ક્રૂર છે; હેવાનિયત કરે છે. શું તેને માણસ બનાવવાની કોઈ દવા એલોપથી પાસે છે? જો હોય તો બતાવો !” આ સવાલનો અર્થ એ કાઢી શકાય કે રામદેવ પાસે આનો ઈલાજ છે ! સવાલ એ છે કે સ્વામી અગ્નિવેશ ઉપર હુમલો કરનારાઓનો ઈલાજ રામદેવે કેમ ન કર્યો? દિલ્હીમાં દંગા ભડકાવનારાઓનો ઈલાજ કેમ ન કર્યો? બુધ્ધિજીવી નરેન્દ્ર ડાભોલકર; પ્રોફેસર કુલબુર્ગી; ગોવિંદ પાનસરે; ગૌરી લંકેશની હત્યા કરનારાઓનો ઈલાજ કેમ ન કર્યો? લિંચિગ કરનારાઓનો ઈલાજ કેમ ન કર્યો? શું માણસની ક્રૂરતા, હિંસા, હેવાનિયતનો ઈલાજ આયુર્વેદ પાસે છે? જો હોય તો ભારતમાં હિંસા/ક્રૂરતા/હેવાનિયતની ઘટનાઓ બની; તે શામાટે કોઈએ અટકાવી નહીં રામદેવનો 23 નંબરનો સવાલ છે : “શું ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ પાસે કોઈ એવી દવા છે કે એલોપથી અને આયુર્વેદ વચ્ચે ચાલતા ઝઘડાનો ઉકેલ લાવી શકે?” આ સવાલમાં લોજિક શોધવાથી નિષ્ફળતા જ મળે ! બાબાઓ ગોબર/ગૌમૂત્રના નશા હેઠળ આવા સવાલો કરતા રહે છે. આયુર્વેદ ચિકિત્સા પ્રધ્ધતિ અને એલોપથી ચિકિત્સા પ્રધ્ધતિ વચ્ચે કોઈ ઝઘડો જ નથી. બન્ને પ્રધ્ધતિઓનો ઉપયોગ સરકાર પણ કરી રહી છે. રામદેવના બે હેતુ છે : [1] પોતાની પ્રોડ્ક્ટ ‘કોરોનિલ’ વેચવા માટે એલોપથી સામે તર્કહીન સવાલો કરે છે. [2] લોકોનું ધ્યાન ‘શબવાહિની ગંગા’/સરકારની-વડાપ્રધાનની નિષ્ફળતાઓ તરફ ન જાય તેટલા માટે વિવાદના ડાકલાં રામદેવ વગાડી રહ્યા છે !

આ પણ વાંચો – AMC – “ઘરના ઘર” માટે ફોર્મ ભરવાની તારીખ વધારી,15 જૂન સુધીમાં ફોર્મ ભરી શકાશે

રામદેવનો 25 નંબરનો સવાલ છે : “ જો એલોપથી સર્વશક્તિમાન છે; સર્વગુણ સંપન્ન છે તો એલોપથી ડોક્ટર તો ક્યારેય બીમાર પડવા ન જોઈએ ! વેક્સિન લેવા છતાં 1000 જેટલાં ડોક્ટર કોરોનામાં કેમ મર્યા?” આ સવાલ કરનાર પોતે એલોપથી હોસ્પિસમાં ‘કપાલભાતિ’ કરવા દાખલ થતા હશે? કોરોનિલ બનાવનાર બાલકૃષ્ણ અગાઉ શામાટે એલોપથી હોસ્પિટલમાં દાખલ થયા હતા? શું આ પાખંડ નથી? રામદેવ લોકોને ગેરમાર્ગે દોરતા નથી? આગનો સામનો કરતા ફાયર બ્રિગેડના માણસો ક્યારેક જીવ ગુમાવે છે; અસામાજિક તત્વોનો સામનો કરતા પોલીસના જવાનો ક્યારેક પોતાના જીવ ગુમાવે છે; એટલે ફાયર બ્રિગેડ/પોલીસની કામગીરીને જવાબદાર ઠરાવી શકાય? બોલો, રામદેવજી ! રામદેવ જે આયુર્વેદની વાત કરે છે તે તો પારંપરિક જ્ઞાન છે; તેની ઉપર રામદેવનો કોપીરાઈટ નથી. રામદેવે આયુર્વેદ ક્ષેત્રે કોઈ મોટી શોધ કરી નથી. છતાં તેઓ આયુર્વેદના જનક હોય તે રીતે વર્તે છે. સવાલ એ છે કે શું આયુર્વેદ રામદેવની જાગીર છે?rs

Leave a Reply

%d bloggers like this: