ત્રણેય વેક્સિન કોવિશીલ્ડ, સ્પૂતનિક અને કોવેક્સિનની સરકારે નક્કી કરેલી કિંમત જાણો.

કેન્દ્ર સરકાર તરફથી ખાનગી હોસ્પિટલો માટે કોરોના વાયરસ રસીના મહત્તમ દર નક્કી કર્યા છે. નવા દર મુજબ, કોવિશિલ્ડની કિંમત 780 રૂપિયા (600 રસીની કિંમત + 5% જીએસટી + સેવાનો ચાર્જ 150 રૂપિયા) હશે. કોવાકિસિનની કિંમત 1410 રૂપિયા ( 1200 ની કિંમત + 60 રૂપિયા જીએસટી + 150 રૂપિયા સેવા ચાર્જ) નક્કી કરવામાં આવ્યો છે. રશિયન રસી સ્પુટનિક-વીની ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ રૂ 1145 ( 948 રૂપિયા રસી + 47 જીએસટી + 150 રૂપિયા સેવા ચાર્જ)નો ખર્ચ થશે. સરકારની સૂચના મુજબ નિયત દરે રોજ મોનીટરીંગ કરવામાં આવશે. ઉંચા દરો વસૂલવા માટે ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને સેવા ચાર્જ માટે 150 રૂપિયાથી વધુની ખાનગી હોસ્પિટલો ન લેવાનું કહ્યું છે. રાજ્ય સરકારોએ તેમની દેખરેખ રાખવી પડશે.

આ પણ વાંચો : પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવું હોય તો આકાશી સ્વર્ગનો નાશ કરવો પડે ! [ભાગ-1]

જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી હતી કે, હવે રાજ્યોમાં આ રસી 18 થી 44 વર્ષની વય જૂથના લોકોને રસીકરણ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાશે અને તેનાથી સંબંધિત માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે આગામી બે અઠવાડિયામાં. રાષ્ટ્રને સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશભરમાં 21 જૂનથી બધા માટે નિ:શુલ્ક રસીકરણ શરૂ થવાની ધારણા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અપેક્ષા છે કે 21 જૂનથી કેન્દ્ર સરકાર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રાજ્ય સરકારોને મફત રસી આપશે. કોઈ પણ રાજ્ય સરકાર રસી ઉપર કંઈ ખર્ચ કરશે નહીં. દેશમાં બનાવવામાં આવતી 25 ટકા રસીઓ ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો દ્વારા સીધી લઈ શકાય છે, આ સિસ્ટમ ચાલુ રહેશે. રસીના નિયત ભાવ પછી ખાનગી હોસ્પિટલો એક જ ડોઝ માટે મહત્તમ 150 રૂપિયા ફી લઇ શકશે. તેના દેખરેખનું કાર્ય ફક્ત રાજ્ય સરકારોનું રહેશે.

Leave a Reply

%d bloggers like this: