ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે મેડલ લિસ્ટમાં પોતાનું ખાતુ ખોલાવ્યુ છે. જાણો મીરાબાઇ ચાનૂ વિશે

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે મેડલ લિસ્ટમાં પોતાનું ખાતુ ખોલાવ્યુ છે. મીરાબાઇ ચાનુએ વેટલિફ્ટિંગમાં મહિલા 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિક ખેલના ઇતિહાસમાં ભારતનું પાંચમુ સિલ્વર મેડલ છે. મીરાબાઇ ચાનૂ બીજી મહિલા વેટલિફ્ટર છે જેને ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ચીનની જજિહૂને વેટલિફ્ટિંગના 49 કિલોગ્રામ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે.

Olympic

પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

મીરાબાઇ ચાનૂએ મેડલ જીતતા જ આખા દેશમાં ખુશીની લહેર છે. મીરાબાઇ ચાનૂએ પોતાની સફળતાથી આખા દેશનું માથુ ઉંચુ કરી દીધુ છે. મીરાબાઇ ચાનૂની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી.

મીરાબાઇ ચાનૂએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. મીરાબાઇ ચાનૂએ સ્નેચમાં 87 કિલોગ્રામ ભાર ઉઠાવ્યો હતો. ક્લીન એન્ડ જર્કમાં મીરાબાઇ ચાનૂમાં મીરાબાઇ ચાનૂએ 115 કિલોગ્રામનો ભાર સફળતાપૂર્વક ઉઠાવ્યો હતો અને તે ભારત માટે મેડલ જીતવામાં સફળ રહી હતી. ઓલિમ્પિક રમતમાં ટોક્યો રવાના થયા પહેલા જ મીરાબાઇ ચાનૂએ ભારત માટે મેડલ જીતવાનો દાવો કર્યો હતો. મીરાબાઇ ચાનૂએ દેશને પ્રથમ મોડલ અપાવ્યો છે. મીરાબાઇ ચાનૂના કોચે પણ દાવો કર્યો હતો કે સિલ્વર મેડલ પાક્કો છે. ક્લીન એન્ડ જર્કના અંતિમ પ્રયાસમાં 117 કિલોગ્રામનું વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઇ શકી નહતી અને તેને સિલ્વર મેડલ જીત્યો હતો. ઇમ્ફાલથી 20 કિમી દૂર નોંગપોંક કાકચિંગ ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી અને છ ભાઇ બહેનોમાં સૌથી નાની મીરાબાઇ પોતાનાથી ચાર વર્ષ મોટા ભાઇ સૈખોમ સાંતોમ્બા મીતેઇ સાથે લાકડા વીણવા જતી હતી.

Olympic

સાંતોમ્બાએ કહ્યુ, એક દિવસ હું લાકડીનો ભાર ઉઠાવી શક્યો નહતો પરંતુ મીરાએ તેને આસાનીથી ઉઠાવી લીધો હતો અને તે લગભગ 2 કિલોમીટર દૂર અમારા ઘર સુધી લઇ ગઇ હતી, ત્યારે તે 12 વર્ષની હતી. રાજ્ય સ્તરના જૂનિયર ફૂટબોલર રહેલા સાંતોમ્બાએ કહ્યુ, હું ત્યારે ફૂટબોલ રમતો હતો અને મે તેમાં કઇક કરવાનું જુનૂન જોયુ હતું. તે પછી વેઇટલિફ્ટિંગ સાથે જોડાઇ ગઇ. તે હંમેશા કઇક મેળવવા માટે જનૂની હતી. તે ક્યારેય દબાણમાં આવતી નહતી અને શાંત રહેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *