ખંભાત ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં ૧૨૯ સંસ્થાઓએ શિક્ષણવિદ ચંદ્રકાન્ત ઝવેરીને શ્રદ્ધાંજલિ પાઠવી

ખંભાતના શિક્ષણવિદ ચંદ્રકાન્ત ઝવેરીની પ્રાર્થનાસભામાં ૧૨૯ સંસ્થાઓના પ્રતિનિધીઓએ હાજરી આપી તેમની કાર્યપધ્ધતી,સામાજિક સેવાઓને બિરદાવી શ્રધાંજલી પાઠવી ઝવેરી પરિવારજનોને શોક ઠરાવ પાઠવ્યા હતા.ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીમાં ૫૧ વર્ષ મંત્રી અને પ્રમુખ તરીકે સેવા આપનાર કર્મશીલ અને સાહિત્ય જીવ ચંદ્રકાન્ત ઝવેરીની પ્રાર્થના સભા રાજપૂત વાડી ખાતે યોજાઈ હતી.જેના જીવંત પ્રસારણમાં નામી કલાકરો,શિક્ષણવિદો,લેખકો જોડાયા હતા.

Chandrakant zaveri

આ પ્રાર્થનાસભામાં ચંદ્રકાન્ત ઝવેરીના ૮૪ વર્ષની શિક્ષણ,સમાજ અને સાહિત્યિક યાત્રાને રજુ કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રજુ કરવામાં આવી હતી.ઉપરાંત તેમના દ્વારા ૫૦ વર્ષ પૂર્વે નિર્માણ કરાયેલ અને દુરદર્શન ઉપર રજુ થયેલ ધારાવાહિક સીરીયલ “ખેલ”નો પ્રોમો બતાવવામાં આવ્યો હતો. ભારતના પ્રસિદ્ધ કલાકારો તારક મહેતાના ઉલટા ચશ્માના નિર્દેશક આશિત મોદી,સંજય ગોરડિયા, અપરા મહેતા,ધર્મેશ વ્યાસ,દિલીપ દરબાર,સુશીલાબેન ભાટિયા,કુમારપાળ દેસાઈ સહિતના કલાકારો,લેખકોએ ચંદ્રકાન્ત ઝવેરીની કલા સાહિત્ય અને શિક્ષણ વારસાની માહિતી આપી હતી. પ્રસંગે ધારાસભ્ય મયુરભાઈ રાવલે જણાવ્યું હતું,ખંભાતના ૯ રત્નોમાંથી અંતિમ રત્ન ચંદ્રકાન્ત ઝવેરી જે ખંભાતીઓએ ગુમાવ્યું છે.તેમણે પડકારો વચ્ચે શિક્ષણ સંસ્થાનું જતન કર્યું છે અને રાજ્યભરમાં નામના અપાવી છે.તેઓ સાચા અર્થમાં ઉત્તમ શિક્ષણવિદ અને કલાજીવ હતા. તેમના પ્રયાસોને કારણે જ ખંભાતમાં પ્રસિદ્ધ નાટકો અને કલાકરો નિયમિત આવતા અને જેનો લાભ ખંભાતીઓને મળતો હતો.

Chandrkant zaveri

આ પ્રસંગે ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના મંત્રી હેમેન્દ્રભાઈ શાહે ચંદ્રકાન્ત ઝવેરીની કાર્યપદ્ધતિ અને સંસ્થાઓના વિકાસ માટેના યોગદાનની માહિતી આપી હતી.પ્રમુખ વિનેશભાઈ પટેલે ચંદ્રકાન્ત ઝવેરીને બાળકોનો હામી અને સમાજને કલા વારસાની ભેટ આપનાર મોભી ગણાવ્યા હતા.ઉપપ્રમુખ ભરતભાઈ શાહે પોતાને નેતૃત્વના ગુણ શીખવનાર આદર્શ માર્ગદર્શક ગણાવ્યા હતા.સુબોધક પુસ્તકાલયના રાજુભાઈ શાહ,લાયન્સ કલબના પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ,ડો.બીપીન પટેલ, નાગરિક બેન્કના ચેરમેન ખુશમન ભાઈ પટેલ,બાળ કેળવણી ટ્રસ્ટના ઉપપ્રમુખ નીતિનભાઈ બ્રહ્મભટ્ટ,ડો.અશ્વિન ભટ્ટ,પાંજરાપોળ,સૌરભ સંસ્થા,જીવદયા ગ્રુપ,વાડવાશ્રમ સહીત જે સંસ્થાઓમાં ચંદ્રકાન્ત ઝવેરીએ સેવાઓ બજાવી છે તે સંસ્થાઓના પ્રતિનિધીઓએ પોતાની સાથેના સ્મરણો રજુ કાર્ય હતા.

Shailesh Rathod

પ્રાર્થનાસભામાં ખંભાત તેમજ જીલ્લાની વિવિધ ૧૨૯ જેટલી સમાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ અગ્રણી શિક્ષણવિદો,ડોકટરો,સામજિક કાર્યકરોએ ઝવેરી સાહેબ સાથેના સ્મરણો રજુ કર્યા હતા.આ પ્રસંગે પરિવારમાંથી પરિમલ ઝવેરી,મલય ઝવેરી અને નીતા ઝવેરીએ ચંદ્રકાન્ત ઝવેરીના કાર્યોને વેગવંતા બનવવા અપીલ કરી હતી.ધ્વની વૃંદ નડિયાદ દ્વારા ભક્તિ ગીતો દ્વારા શ્રધાંજલી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શૈલેશભાઈ રાઠોડ,હેમલ શાહ અને શીરીન ખંભાતીએ કર્યું હતું.પરિમલ ઝવેરીએ તમામ કલાકરો,તમામ સંસ્થાઓ,ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી તેમજ તમામ શાળાઓ,કેળવણી મંડળોનો પરિવાર વતી આભાર માન્યો હતો.

( માહિતી – શૈલેષ રાઠોડ ફેસબુક પોસ્ટ પરથી )

Leave a Reply

%d bloggers like this: