સુરતમાં PAAS નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળતાં બહાર આવ્યા

21 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસના આગેવાન અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 લોકોએ બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરો ભડકી ગયા હતા. મારૂતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. આ સાથે જ 3000 રૂપિયાની લૂંટ ચલાવી કારના કાચ તોડી નાખી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલો કામરેજ પોલીસ મથકે પહોચતા અલ્પેશ કથિરીયા અને અન્યો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : ’દેશહિતમાં 1 લાખ રુપિયાનું લિટર પેટ્રોલ/ડીઝલ લેવું પડે તો વાંધો નથી !’

પાસના નેતા અલ્પેશ કથિરીયાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપતા જેલમુક્તિ થઇ છે. લાજપોર જેલ બહાર હાર્દિક પટેલ સહિતના નેતાઓએે અલ્પેશ કથિરીયાનું સ્વાગત કર્યુ હતું. અલ્પેશ કથિરીયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ મિની બજાર ખાતે સરદારની પ્રતિમાને હારતોરા કર્યા હતા. અલ્પેશ કથિરીયા જેલની બહાર આવતા જ તેના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અલ્પેશ કથિરીયા બહાર આવતાની સાથે જ જય સરદાર…જય પાટીદારના નારા લાગ્યા હતા. અલ્પેશ કથિરીયા વરાછા વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પોતાના ઘરે જવા રવાના થયો હતો.

કોંગ્રેસ નેતા અને પાસના હાર્દિક પટેલ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે સુરતમાં હાજર રહ્યા હતા. હાર્દિક પટેલે કહ્યુ કે, અમારો મિત્ર અને સાથીદાર જેલમુક્ત થતો હોય તેનો સ્વાભાવિક આનંદ હોય, હું તેના સ્વાગત માટે આવ્યો છું. સમાજ માટે ગરીબો માટીને લડાઇ ચલાવનાર દરેક વ્યક્તિએ સાથે મળીને હજુ પણ વધુ લડાઇ લડવાની છે, જે આગામી સમયમાં ચાલુ રહેશે. લાજપોર જેલની બહાર હાર્દિક પટેલની સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.