LGBT( સમલૈંગિકો )ના સમર્થનમાં રાહુલ ગાંધીએ પ્રાઈડ મંથની આપી શુભકામના, કહ્યુ – પ્રેમ તો પ્રેમ હોય છે.

સમલૈંગિકતાને સમાજમાં સમ્માન અને સમાન અધિકાર અપાવવા માટે લાંબા સમય સુધી લડાઈ લડવામાં આવી. અમેરિકાના પ્રેંક કેમનીએ લાંબા સમય સુધી એલજીબીટીના અધિકારો માટે લડાઈ લડી અને હવે તેને એક અલગ ઓળખ મળી ગઈ છે. દર વર્ષે જૂન મહિનાને પ્રાઈડ મંથ તરીકે મનાવવામાં આવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પણ એલજીબીટી પ્રાઈડ મંથની લોકોને શુભકામના આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પ્રાઈડ મંથની લોકોને શુભકામના આપી. રાહુલ ગાંધીએ લખ્યુ, ‘શાંતિપૂર્ણ લોકોની પસંદનુ સમ્માન થવુ જોઈએ, પ્રેમ પ્રેમ હોય છે.’ આ કમેન્ટ સાથે રાહુલ ગાંધીએ રેનબો ફ્લેગ શેર કર્યો છે. કદાચ આવુ પહેલી વાર થયુ છે જ્યારે ભારતમાં આટલા મોટા સ્તરના નેતાએ એલજીબીટી સમુદાયના પક્ષમાં ખુલીને પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે અને સોશિયલ મીડિયા પર તેને શેર પણ કર્યુ છે. રાહુલ ગાંધીની આ પોસ્ટની ઘણી પ્રશંસા થઈ રહી છે. લાખો લોકોએ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

વિશ્વના સૌથી વિશાળ સર્ચજ એન્જિન ગૂગલે 2 જૂનના રોજ અમેરિકી એક્ટિવિસ્ટ ફ્રૈંક કેમિનીને પોતાનું ડૂડલ સમર્પિત કર્યું હતું. ફ્રૈંક સમલૈંગિકતાને સન્માન અને તેમના અધિકાર અપાવવા લડાઈ લડ્યા હતા અને હવે સમલૈંગિકતાને પોતાની ઓળખ મળી ગઈ છે. તેના અનુસંધાને દર વર્ષે જૂન મહિનો ‘પ્રાઈડ મંથ’ તરીકે ઉજવાય છે.

ફ્રૈંક એક સમલૈંગિક હતા જેથી સમાજમાં તેમને ખરાબ નજરથી જોવામાં આવતા હતા. સમલૈંગિક હોવાના કારણે તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં તેમણે પોતાની ઓળખ સંતાડી નહોતી. એટલું જ નહીં તેમણે પોતાના જેવા તમામ લોકો માટે લડત ચલાવી હતી. સમાજની વિચારસરણીને લઈ પોતાની લડતનું પહેલું પગથિયું ભરતા તેમણે અમેરિકી સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા. ત્યાર બાદ 1960માં તેમણે વ્હાઈટ હાઉસની બહાર સમલૈંગિકોના અધિકાર માટે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.અમેરિકામાં સમલૈંગિકોના અધિકાર માટેનું તે પહેલું વિરોધ પ્રદર્શન હતું. ફ્રૈંકની આ લડતમાં ધીમે-ધીમે અનેક લોકો જોડાવા લાગ્યા હતા અને અનેક લોકોએ તેમને સાથ આપ્યો હતો. આખરે મજબૂત ઈરાદા ધરાવતા ફ્રૈંક કેમિની સામે અમેરિકી સરકારે નમવું પડ્યું હતું અને ત્યારથી જૂન મહિનો પ્રાઈડ મંથ તરીકે ઉજવાવા લાગ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: