ઝારખંડમાં 16 વર્ષીય દીકરી સાથે ક્રૂરતાની બધી જ હદ્દો વટાવ્યા પછી તેની હત્યા કરી દીધી છે.

ઝારખંડમા કાળજું કંપાવી દેનારી ઘટના ઘટી છે. પલામૂ જિલ્લા ખાતે કેટલાક રાક્ષસોએ હેવાનિયતની બધી જ હદ્દો પાર કરીને માનવતાને શર્મશાર કરી દીધી છે. ઝારખંડના ભાજપના સ્થાનિક નેતાની 16 વર્ષીય દીકરીની ક્રૂરતાની બધી જ હદ્દો વટાવ્યા પછી તેની હત્યા કરી દીધી છે. સગીરા સાથે બળાત્કાર કર્યા પછી તેની આંખો કાઢી લેવામાં આવી હતી. તે પછી આખા કેસને આત્મહત્યામાં ખપાવવા માટે તેનો મૃતદેહ ઝાડ પર લટાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના ગત 7 જૂનના રોજ બની હોવાનું કહેવામાં આવે છે. તે દિવસે સવારે દસ વાગે પીડિતા ઘરની બહાર ગઈ હતી અને પાછી ના ફરતા પરિવારજનોએ સોમવારે પોતાની રીતે શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પાંકી થાણામાં મિસિંગ રિપોર્ટ લખાવવામાં આવ્યો હતો અને પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.

Rape

પોલીસ પીડિતાને શોધવા પ્રયત્ન કરી રહી હતી તે સમયે બુધવારે તેમને લાલીમાટી જંગલમાં તેનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવ્યો હતો. મૃતક દિકરીના પિતાએ પોલીસને જણાવ્યું હતુ કે, તેમની ચાર દિકરીઓ અને એક દિકરો છે. જેમાંથી સૌથી મોટી દિકરીને હત્યારાઓએ ટાર્ગેટ કરી હતી. કેસની તપાસ કરી રહેલી પોલીસને ઘટના સ્થળેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેના આધારે પ્રદીપની ધરપકડ થઈ શકી હતી. પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા બાદ તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવા માટે મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે. જોકે મૃતકના પિતાએ પોતાની દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા પછી તેની આંખો ફોડી નાંખીને તેને ઝાડ પર લટકાવી દેવાનો દાવો કર્યો છે. ગામના સ્મશાન ઘાટમાં મૃતકના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી અને પીડિતાના પિતાએ જ પોતાની દીકરીને મુખાગ્નિ આપ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: