પાકિસ્તાન, પંજાબ : કોરોનાની રસી નહી લો તો, બ્લોક કરી દેવાશે મોબાઈલનું સીમ કાર્ડ,

પાકિસ્તાન : કોરોના સામેનો જંગ જીતવા માટે રસી જ એક ઈલાજ હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે. ત્યારે લોકો કોરોનાની રસી લે તે માટે અનેક પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો પણ છે કે, રસીકરણ માટે સરકારે ગોઠવેલી વ્યવસ્થાનો લાભ લેવાનું ટાળે છે. ત્યારે લોકોને રસી લેવા માટે શામ, દામ અને દંડની રીતીનીતિ અપનાવવામાં આવી રહી છે. જે લોકો કોરોનાની રસી ના લે તેમના મોબાઈલના સીમકાર્ડ બ્લોક ( સીમકાર્ડ બ્લોક ) કરી દેવાનો નિર્ણય લેવાયો છે. હા, આ વાત સાચી છે કે જો તમે કોરોનાની રસી નહી લો તો તમારા મોબાઈલનું સીમકાર્ડ બ્લોક કરી દેવાશે. આ નિર્ણય લેવાયો છે ખરો પણ તે ભારતમાં નહી પણ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આરોગ્ય પ્રધાન યાસ્મીન રશીદની અધ્યક્ષતમાં યોજાયેલી બેઠકમાં, એવો નિર્ણય લેવાયો છે કે, જો રસી નહી લો તો મોબાઈલનું સીમ કાર્ડ બ્લોક કરી દેવુ. આરોગ્ય પ્રધાનની આ બેઠકમાં સરકારી ઉચ્ચ અધિકારીઓ અને લશ્કરના પણ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

કોરોનાની બીજી લહેરના કારણે સંખ્યાબંધ દેશો પરેશાન છે અને હવે કોરોના વેક્સીન નહીં મુકાવવા માંગતા લોકોના કારણે પણ ઘણા દેશો હેરાન થઈ રહ્યા છે. અમેરિકા જેવા દેશો લોકોને વેક્સીન લગાવવા માટે ઈનામી લાલચ આપી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન લોકોને વેક્સીન સેન્ટરો સુધી ખેંચી લાવવા માટે ધમકીના હથિયારનો ઉપયોગ કરી રહ્યુ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારે ધમકી આપી છે કે, જે લોકો વેક્સીન નહીં લગાવે તેમનુ સીમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જેનો મતબલ કે તેઓ પોતાના મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબના સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપયોર્ક નિર્ણય લેવાયો હતો. જેમાં નક્કી કરાયુ હતુ કે, જે પણ કોરોના વેક્સીન નહીં લગાવે તેમનુ સીમ કાર્ડ બ્લોક કરી દેવાશે. સરકારનુ કહેવુ છે કે, જ્યાં મોટા પાયે વેક્સીન મુકાઈ છે ત્યાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે નિર્ધારિત લક્ષ્ય કરતા વેક્સીન લગાવનારા લોકોની કુલ સંખ્યા ઓછી છે. હવે લોકો વેક્સીનુ મુકાવે તે માટે આકરા નિયમો લાગુ કરવાનુ નક્કી થયુ છે. પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડો.યાસમીન રશીદનુ કહેવુ છે કે, અમે એવા લોકોનુ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે જેઓ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. ઘણા લોકો પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના કારણે લોકોમાં ડર પણ પેસી ગયો છે.

આ પણ વાંચો : સુરત : ‘આપ’ના કોર્પોરેટર પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ થઈ ગયુ. કહ્યું કે સત્ય બોલતા રોકી નહીં શકે

આવતીકાલ 12 જૂનથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તેના માટે વિવિધ કેન્દ્રો ઉપરાંત વોક ઈન વેક્સિન સેન્ટર પણ બનાવ્યા છે. ડિસેમ્બર સુધીમાં 70 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક પાકિસ્તાને સેવ્યો છે. પાકિસ્તાન સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, પ્રાંતિય સરકારોએ દરેક ધાર્મિક સ્થળની બહાર મોબાઈલ રસીકરણ કેન્દ્ર સ્થાપવા અને કેન્સર, એઈડ્સ સહીતના અન્ય રોગ ધરાવનારાઓને રસીમાં પ્રાથમિકતા આપવી. રસી લીધા બાદ જ લોકો સિનેમા જોવા જઈ શકશે. રેસ્ટોરન્ટમાં જઈ શકશે. જો કે વહેલા તે પહેલાના ધોરણે જ રસી આપવાનુ સરકારે નક્કી કર્યું છે.

Leave a Reply

%d bloggers like this: