વડાપ્રધાનને સ્વચ્છ ઈમેજ વાળા સંસદસભ્ય નહીં મળતા હોય?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : કોઈનું કેરેક્ટર ન સમજાય ત્યારે તેના સાથીઓ ઉપર નજર કરો; સમજાઈ જશે ! વડાપ્રધાને ક્રાઈમના ‘અનુભવી’ વ્યક્તિઓને દેશના કાયદા-વ્યવસ્થાના રક્ષક બનાવ્યા છે; એટલે કે ગુનાઓ કરનારને દેશના ગૃહમમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા છે !

7 જુલાઈ 2021ના રોજ ગૃહ રાજ્યમંત્રી તરીકે 35 વર્ષના નિસિત પ્રમાણિકે શપથ લીધા. તેઓ 2019માં પશ્ચિમ બંગાળના કૂચ બિહારથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલ છે. તેઓ સંસદસભ્ય તરીકે હતા છતાં 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત મેળવી, પરંતુ ‘હાઈ કમાન્ડ’ના આદેશથી વિધાનસભ્ય તરીકે રાજીનામું આપેલ. આમ તેમણે ‘ફેરચૂંટણી’નો ખર્ચ લોકો ઉપર નાખવાની ‘સેવા’ કરી છે ! નિસિત પ્રમાણિકના ચૂંટણી સોગંદનામા મુજબ તેમની સામે 11 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં મર્ડર/ચીટિંગ/વિશ્વાસઘાત/મર્ડરની કોશિશ/રાયોટિંગ/ધાડની કોશિશ/ગેરકાયદેસર વેપનનો કબજો/ મહિલાની છેડતી વગેરેનો સમાવેશ થાય છે. ગૃહમંત્રાલયમાં ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા !’ એવી સ્થિતિ બની છે !

આ પણ વાંચો : ક્લ્પનાઓની દુનિયામાં : જો પૃથ્વીબેન આરામ કરવા બેસે તો? – ડો. રૂશ્વી ટેલર

સુપ્રિમકોર્ટે જે વ્યક્તિને; ત્રિપલ મર્ડરની ‘Larger conspiracy’ સબબ ગુજરાતમાંથી તડિપાર કરેલ; તે આજે કેન્દ્રીય ગૃહમંત્રી છે; આ હોદ્દા ઉપર એક વખત સરદાર પટેલ બેસતા હતા ! હવે ગૃહ રાજ્યમંત્રી તરીકે નિસિત પ્રમાણિકને મૂકવામાં આવ્યા છે ! સવાલ એ છે કે પોલીસ અધિકારીઓને આવા ગુનાહિત ભૂતકાળવાળા ગૃહમંત્રી/ગૃહ રાજ્યમંત્રીને સેલ્યૂટ કરતી વેળાએ તેમનો માંહ્યલો ડંખતો નહી હોય? દેશમાં રામરાજ છે કે રાવણરાજ? શું આવા ‘અચ્છે દિન’ હોય?મોટો સવાલ એ છે કે વડાપ્રધાનને સ્વચ્છ ઈમેજ વાળા સંસદસભ્ય નહીં મળતા હોય?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *