આ IAS અધિકારી છે કે ઈદી અમીન? કલેક્ટર શૈલેષ કુમાર યાદવનો વીડીયો વાયરલ

રમેશ સવાણી ( Ex IPS ) –  ઈદી અમીન વિશે એવું કહેવાય છે એના મનમાં જે આવે તેનો અમલ કરતો. આપણા IAS/IPS વગેરે અધિકારીઓની તુમાખી જોઈને મનમાં ઈદી અમીનની છબિ ઉપસી આવે !

ત્રિપુરાની રાજધાની અગરતલાના કલેક્ટર/ DM શૈલેષ યાદવનો એક વીડિઓ 27 એપ્રિલ 2021 ના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 26 એપ્રિલની રાત્રે 10:00 વાગ્યે એક મેરેજ હોલમાં લગ્ન સમારંભ ચાલુ હતો. કોરોના પ્રોટોકોલનું પાલન થતું ન હતું. લોકો મોટી સંખ્યામાં હાજર હતા. કેટલાંકે માસ્ક પહેર્યા ન હતા. કોરોના નિયમોનું પાલન કરાવવાની કલેક્ટર ફરજ છે. પરંતુ ચાલુ લગ્નએ વર-વધૂને ઊભા કરી વરને માર મારવામાં આવે; મહેમાનોને મારઝૂડ કરવામાં આવે; લગ્ન કરાવનાર પંડિતને મારવામાં આવે; તે તાનાશાહી/ સામંતી માનસિકતા કહેવાય. કલેક્ટર જે સામે મળે તેને થપ્પડ મારે છે; અપશબ્દ કહે છે. તેમની સાથે આવેલી પોલીસ મહેમાનોને ભગાડે છે; મારઝૂડ કરે છે. એક મહિલાએ કલેક્ટરને કાગળ બતાવીને કહ્યું કે અમે પરમિશન લીધી છે. ત્યારે કલેક્ટરે તે કાગળના ટૂકડાં કરી ધમકાવતા કહ્યું કે ‘પરમિશન લગ્ન કરવાની હતી; હોલમાં રાતના દસ વાગ્યા બાદ લગ્ન કરવાની નહીં !’ કલેક્ટર ‘વરરાજા’ને એરેસ્ટ કરવાનું કહે છે ! વરકન્યાના પિતા કલેક્ટરને વિનંતિ કરે છે તો તેમને ‘સરકારી અધિકારીને ફરજમાં રુકાવટ કરવા’ માટે એરેસ્ટ કરવાનું કહે છે ! વીડિઓ જોતાં આપણને લાગે કે આ IAS અધિકારી છે કે ઈદી અમીન?

કલેક્ટરનો ઈરાદો ભલે સારો હતો પણ એમની રીત ઘણી જ અશોભનીય/ અમાનવીય હતી. માનવગૌરવનો ભંગ કોઈ કરી શકે નહીં; કલેક્ટર પણ નહીં, CM/PM પણ નહીં. સવાલ એ છે કે સત્તાપક્ષના કોઈ MLA/MP/મિનિસ્ટરને ત્યાં લગ્ન હોત અને કોરોના ગાઈડલાઈનનું પાલન થતું ન હોત તો કલેક્ટર આવું વર્તન કરે ખરા? સબળની ચાપલૂસી અને નબળાને લાત; આ તો સામંતવાદી માનસિકતા કહેવાય. આવા અધિકારીઓ લોકોની કેવી સેવા કરે? IAS- ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ ‘સર્વિસ’/ IPS ઈન્ડિયન પોલીસ ‘સર્વિસ’માં સેવાની ભાવના બહુ જ ઓછી અને વિશેષાધિકાર ભોગવવાની ભાવના વધુ જોવા મળે છે ! લોકસેવાને સમર્પિત હોય તેવા પાંચ-દસ અધિકારીઓ મળવા મુશ્કેલ છે ! સવાલ એ છે કે સામંતી માનસિકતાવાળા અધિકારીઓનું સિલેક્શન ન થાય, તેવી પધ્ધતિ શામાટે અમલમાં મૂકવામાં આવતી નથી?rs

વીડીયો જોવા માટે અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *