હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું બ્લાઈન્ડ ક્રિકેટર નરેશ તુમડાના સપોર્ટમાં મામલતદારને આપ્યું આવેદનપત્ર

  • હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું બ્લાઈન્ડ ક્રિકેટર નરેશ તુમડાના સપોર્ટમાં મામલતદારને આપ્યું આવેદનપત્ર
  • ભારતને ક્રિકેટમાં વર્લ્ડ કપ અપવનાર આદિવાસી યુવાનને અન્યાય કેમ? ઈન્ટરનેશનલ ક્રિકેટર કડીયા કામ કરવા મજબુર

હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારાના પ્રમુખ અને ફાઉન્ડર અંકિત ગામીત તેમજ આદિવાસી યુવા નેતા તર્ક ચૌધરી દ્વારા વાંસદાના મામલતદારને આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર ક્રિકેટર નરેશ તુમડા ને ન્યાય અપાવવા આવેદન આપવામાં આવ્યું છે. સાથે રૂબરુ મુલાકાત લઈને તેની પરિસ્થિતિ પણ‌ જાણી હતી.

Tapi

પ્રતિ,
માન. મામલતદાર સાહેબ
તાલુકા સેવા સદન
તા. વાંસદા જિ. નવસારી

આપના વાંસદા તાલુકાના ખાટા આંબા ગામમાં રહેતા નરેશ ભાઈ તુમડા, કે જેઓ આંતરરાષ્ટ્રીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ ના ખૂબ જ સારા ઓલરાઉન્ડર ક્રિકેટર છે. જેમણે વર્ષ ૨૦૧૮ માં દુબઈ માં યોજાયેલ વલ્ડ કપ માં બધી મેચો જીતી ને ફાઈનલ માં પાકિસ્તાન ને હરાવી ને ભારત દેશ ને વર્લ્ડ કપ અપાવ્યો હતો.જેમને ૩૦ ટ્રોફી, ૧૦ મેડલ અને ૨૩ સન્માનપત્ર મળી ચૂક્યા છે .

હાલ માં એમની કોઈ પણ આવક નથી . એમની પાસે કોઈ પણ નોકરી નથી જેથી એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. હાલ માં તેઓ કડિયા કામ કરી રહ્યા છે. જે ગુજરાત માટે અને વાંસદા તાલુકા માટે ખૂબ જ શરમ ની વાત છે.

ભારત દેશ ને આટલું ગર્વ અપાવ્યું છતાં પણ સરકાર દ્વારા એમને જોવામાં નથી આવી રહ્યા કે એમને કોઈ નોકરી નથી આપવામાં આવી રહી. ભારત દેશ ને વર્લ્ડ કપ અપાવનાર ખેલાડી આજે ખૂબ જ કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આપને નિવેદન કરીએ છે કે આપ દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના નરેશ ભાઈ તુમડા ને કોઈ નોકરી આપવા માટે કે આવક મેળવી શકે એ માટે એ માટે ની મદદ કરવા માટે ના પગલાં લેવામાં આવે.

Naresh Tumda

¶ નરેશ તુમડા કોણ છે?

દુબઇના શારજહામાં યોજાયેલા દિવ્યાંગ વલ્ડકપ ક્રિકેટ ફાઇનલમાં નરેશ તુમડાએ ઓલ રાઉન્ડ દેખાવ કરી 18 બોલમાં 40 રન બનાવી ભારતીય ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વાંસદા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા ખાટાઆંબા ગામનો વતની નરેશ તુમડા એકદમ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. દુબઇના શારજહા ખાતે યોજાયેલા દિવ્યાંગ ક્રિકેટમાં પાકિસ્તાનને હરાવી ભારતની ટીમ વર્લ્ડકપ જીત્યો હતો. જેમાં ફાઇનલ મેચ જીતવામાં મહત્વનો ભાગ ભજવનાર વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામનો વતની અને દિવ્યાંગ ક્રિકેટર નરેશ બાલુ તૂમડા પણ હતો. જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણાં ભારતનું નામ રોશન કર્યું છે.

Naresh Tumda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *