હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યારા નગરમાં વૃક્ષો પર ખીલીઓ વડે લગાવેલ બેનરો નું અને વૃક્ષો ને થયેલ નુકશાન અને રોગો નું સર્વે કરવામાં આવ્યું

હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ ના ફાઉન્ડર અંકિત ગામીત તેમજ વોલેન્ટીયર્સ સમીર ગામીત અને તેજસ ગામીત દ્વારા વ્યારા નગર માં વૃક્ષો પર ખીલીઓ વડે લગાવેલ બેનરો અને તે દ્વારા વૃક્ષો ને થયેલ નુકશાન અને રોગો નું સર્વે કરવામાં આવ્યું હતું. વ્યારા નગર માં ૧૦ માંથી ૭ વૃક્ષો પર ખીલીઓ જોવા મળી હતી અને વૃક્ષો ખીલીઓ થી થયેલ ફંગલ બેક્ટેરિયલ ચેપ થી પ્રભાવિત જોવા મળ્યા હતા. વૃક્ષો પર ખીલીઓ દ્વારા લગાવેલ બેનરો માં શ્યામ સોલાર, માધવ સેલ્સ, જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ , CPG૪૪૪ હાઈબ્રીડ ભીંડા , નટરાજ ઘરઘંટી ના તેમજ પાનવાડી માં ઉનાઈ રોડ પર સૌથી વધુ બેનરો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨ જાન્યુઆરી ના રોજ તાપી ના ક્લેક્ટરને વૃક્ષો પર ખીલીઓ વડે જાહેરાત ન લગાવવા અને લગાવેલ બેનરો ઉતારવા અને ખીલીઓ કાઢવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ માં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ ને કારણે વૃક્ષોનું જતન કરવું અને વૃક્ષો વધારવા ખૂબ જ જરૂરી બની ગયું છે. વેપાર વધારવા અને માર્કેટિંગ માટે બેનરો એ સારું માધ્યમ છે. પરંતુ પોતાના સ્વાર્થ ખાતર વૃક્ષોને ખીલીઓ વડે નુકશાન કરવું , ઇજા પહોંચાડવી અને વિવિધ રોગો થી પ્રભાવિત કરવું એ જરા પણ યોગ્ય નથી.

Leave a Reply

%d bloggers like this: