વિવાદ : લોકગાયક ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ કરાઇ – આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે લખેલા પત્રમાં

ગુજરાતમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે અને 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી અપાઈ રહી છે. જાણીતી લોકગાયિકા ગીતા રબારી આ રસીકરણમાં વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીના ઘરે જઈને રસી અપાતાં વિવાદ થઈ ગયો છે. ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફત પોતાના ઘરે નર્સ કોરોનાની રસી આપી રહી હોવાની પોસ્ટ મૂકી હતી. આ મુદ્દેવિવાદ થતાં તેણે પછી પોસ્ટ ડિલિટ કરી નાખી હતીપણ આ પોસ્ટના સ્ક્રીન શોટ વાયરલ થઈ જતાંજિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ આપવો પડ્યો છે. આ આદેશને સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે12વાગ્યા સુધી ખુલાસો માગ્યો હતો. હવે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : ’હવે CM આપણો જોઈએ !’ : એમ કહીને સમાજને ધૂણાવવાનો ઈરાદો તો નથીને?

કચ્છ- ભૂજમાં રહેતી ગીતા રબારી તથા તેમના પતિ પુથ્વી રબારીને કચ્છ-ભૂજના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કચ્છ જિલ્લામાં કોવિડ 19 રસીકરણ 5,28,428 લોકોએ જેમાં વડીલો, બહેનો, યુવાનો વગેરેએ સરકારની ગાઇડલાઇન અનુસરીને રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ગામથી દૂરની જગ્યાએ જયાં સ્લોટ ઉપલબ્ધ હતો ત્યાં નિયત કરાયેલી રસીકરણ કેન્દ્રમાં જઇને લાઇનમાં ઊભા રહીને અને આરોગ્યતંત્રને સાથ સહકાર આપીને આદર્શ નાગરિક તરીકેની ફરજ બજાવી રસી મેળવી છે. વધુમાં જણાવ્યું છે કે, આપ લોકગાયિકા છો અને ભારતીય નાગરિકની રૂએ સરકારની ગાઇડલાઇન અનુસરવા બંધાયેલા છો તેમ છતાં 12-6-21ના રોજ આપે આપના પતિ સાથે સરકારની ગાઇડલાઇનનો ભંગ કરી કોવિડ 19ની રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. જે ઘણું ખેદજનક છે. આ પ્રકારનુ કુત્ય આપ જેવા લોકગાયિકા માટે શોભનીય નથી. આપની આવી હરકતના કારણે આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર અને સામાન્ય જનતાના માનસ પર વિપરીત અસર થઇ છે. છેલ્લાં લાંબા સમયથી રાત-દિવસ જોયા વગર કામ કરતાં આરોગ્ય કર્મચારીના ખુલાસા પૂછવાનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આપના દ્વારા હવે રસીનો બીજો ડોઝ સરકારની ગાઇડલાઇનને અનુસરીને નિયત રજીસ્ટ્રેશન કરાવી રસીકરણ કેન્દ્ર પર જઇ રસી મેળવો એવી અપેક્ષા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવે છે. આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઇ ફરીથી ઘટનાનું પુનરાવર્તન ના કરવા તાકીદ સાથે જણાવવામાં આવે છે.

આ અંગે કચ્છ-ભૂજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, આ ઘટના અંગે સંબંધિત આરોગ્ય ફીમેલ સુપરવાઇઝરને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. જેનો ખુલાસો સંબંધિત સ્ત્રી આરોગ્ય સુપરવાઇઝર દ્વારા અત્રેની કચેરીને મળ્યો છે. તે બાબતનો નિર્ણય વિચારાધીન છે. વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર બાબતે પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીને તેમણે કોવિડ રસીકરણની માર્ગદર્શિકાને ન અનુસરવા બાબતે તેમણે કરેલા કૃત્યને ખેદજનક ગણી દેશના જવાબદાર નાગરિક તરીકે ભવિષ્યમાં આવું અશોભનીય કૃત્ય ન કરવા તાકીદ કરતો પત્ર લખીને જણાવ્યું છે.

Leave a Reply

%d bloggers like this: