આજરોજ કોરોનાના કારણે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના પિતાનું નિધન

હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન થયુ છે , ગોતા સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં

ભરતભાઈ હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં છે. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.

Hardik Patel father died

રાજ્યમાં ઘણા સમયમાં કોરોનાનો કહેર ગુજરાતમાં વર્તી રહ્યો છે. કોરોનાને ઘણા લોકોના સ્વજનોને છિનવી લીધા છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના લીધે 8,273 લોકોનાં મોત નિપજ્યાં છે. ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાથી નિધન થયું છે. હાર્દિકના પિતા કોરોના પોઝિટિવ હતા અને આજે સવારે તબિયત લથડતાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું હતું. હાર્દિક પટેલે 2 મેના રોજ તેનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ટ્વીટ કર્યુ હતું. તેણે લખ્યું હતું ડોક્ટરોની સલાહ અનુસાર ઘરે જ સારવાર ચાલી રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી જલદી ઠીક થઈ જઈશ.

Leave a Reply

%d bloggers like this: