એ હાલો ચુંટણી આવી ગઈ : દિલ્લીના CM કેજરીવાલ 14 જૂને આવશે ગુજરાત

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આ વખતની ચૂંટણીમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આપ ગુજરાતથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતી કાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઇ રહી છે. 14 મેએ કેજરીવાલ અમદાવાદના નવરંગપુરામાં કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે. સવારે 10.20 વાગ્યે કેજરીવાલ અમદાવાદ પહોચશે, તે બાદ બપોરે વલ્લભભવન ખાતે પત્રકાર પરિષદ કરશે.

આ પણ વાંચો : વૃદ્ધો મરી જાય તો કંઇ વાંધો નહીં, બાળકોને પહેલા રસી આપવાની જરુર હતી – રાજસ્થાન મંત્રી

નોંધનીય છે કે, કોંગ્રેસમાં પણ આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ થવાની છે. તેને લઈને પણ કોંગ્રેસના ત્રણ દિગ્ગજોના નામ ચાલી રહ્યા છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ છે. જોકે, અર્જુન મોઢવાડિયા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, કોંગ્રેસ હાઇકમાન્ડ કોને જવાબદારી સોંપે છે, તે જોવાનું રહ્યું. એટલું જ નહીં, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પણ પાર્ટી મોટી જવાબદારી સોંપી શકે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.

Leave a Reply

%d bloggers like this: