ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોકગાયક ભાવિકભાઇ બારોટનું ” તારી યાદો ” ગુજરાતી ગીત એચ.બી ડિજિટલ યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ

અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર ( ગાંધીનગર ) : મિત્રો આપણે યુટયુબ પર કેટલાય ગીતો સાંભળતા હોઈએ છીએ. જેનાં ગીતોનું સર્જન એક ગીતકાર/કલાકાર/ લોકગાયક/મ્યુઝિશિયન/ડિરેક્ટર/એડિટર વગેરે દ્વારા થાય છે. ત્યારે કહેવાય છે કે, ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોકગાયક ભાવિકભાઇ બારોટ નું ન્યુ ગુજરાતી ” તારી યાદો ” ગીત એચ.બી ડિજિટલ યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ થઈ ચૂક્યું છે.

આ ગુજરાતી ગીતમાં આપણાં ગુજરાતમાં પાલનપુર, સિધ્ધપુર શહેરને એકદમ અલગ જ અંદાઝમાં બતાવવામાં આવ્યું છે. આ ” તારી યાદો ” ગીત સિધ્ધપુર ની ઓરવાડ ખાતે ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોકગાયક ભાવિકભાઇ બારોટ એ સુંદરમય મધુર દર્દભર્યો અવાજ આપ્યો છે. ગીતનાં લેખક વસંતભાઈ ઠાકોર ( શોભાસણ ) નાં એક-એક શબ્દોથી કમાલ થઇ રહી છે. આ ગીતમાં જેમાં આપણાં ગુજરાતનાં જાણીતાં એવાં લોકગાયક ભાવિકભાઇ બારોટ મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યાં છે. જેમાં ડિરેક્ટર એવાં નિતિનભાઈ પ્રજાપતિ એ સુંદર મજાનું ડિરેકશન કર્યું હતું. તેમાં સંગીતકાર વિશાલભાઇ મોદી અને વિવેકભાઇ રાવ ( સૂર પ્રોડક્શન ) એ પણ સુરીલું સંગીત આપ્યું હતું. સાથે ભાવિકભાઇ બારોટ નો લૂક અને એક્ટિંગ પણ આફરીન હતી. હાલમાં જ એચ.બી ડિજિટલ યુટ્યુબ ચેનલ પર રીલીઝ થયેલ આ ગુજરાતી ગીત ” તારી યાદો ” લોકોને પસંદ પડી રહ્યું છે..!!!
આ સાથે એચ.બી ડિજિટલ નાં હિરલબેન બારોટે પણ દરેક એ દરેક ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Tari yado

Link –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *