ગુજરાતની હરિફાઈ કોઈ રાજ્યો સાથે નહીં સીધી વિશ્વ સાથે છે – સીએમ વિજય રૂપાણી

જૂનાગઢમાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપતી વેળાએ જણાવ્યં હતું કે, ગુજરાત રાજ્યની હરિફાઈ હવે અન્ય રાજ્ય સાથે નહીં પણ વિશ્ર્વ સાથે છે. વડાપ્રધાને નાખેલા વિકાસના પાયા હવે વિશ્ર્વકક્ષાએ સ્થાપિત થઈ રહ્યા નો દાવો કર્યો હતો. દરમિયાન રાજ્યની 52 નગરપાલિકાઓને પીવાના પાણી માટે રૂ. 780 કરોડ ફાળવ્યા હતા. ઉજ્જવલા યોજનાના બીજી તબક્કામાં ગરીબોને પાંચ લાખ ગેસ જોડાણ આપવાની જાહેરાત કરી હતી.

જુનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની હરીફાઇ હવે કોઇ રાજ્ય સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે તેમ સગૌરવ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયા પર હવે વિશ્વકક્ષાના સ્થાપિત થઇ રહેલા પ્રોજેક્ટ્સ અને ગુજરાતની નવી ઉંચાઇ અને સિદ્ધિઓ જણાવી હતી.

વિજય રૂપાણી

મુખ્ય મંત્રીએ સંત, શૂરા અને ગરવાગઢ ગિરનાર અને ગીરના સિંહોની ભૂમિ પરથી 75મા સ્વાતંત્રય પર્વ અને આઝાદી કા અમૃત મહોત્સવની શુભકામના પાઠવી જૂનાગઢને ભારતનું અભિન્ન અંગ બનાવવા લોકશક્તિ સાથે આરઝી હકૂમતની લડત કરનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ દેશની આઝાદી માટે 1857 થી 1947 સુધીના સ્વાતંત્ર્ય સંગામના વીરો-શહીદોને વંદન કર્યા હતા.

મુખ્ય મંત્રીએ 75માં સ્વાતંત્રય પર્વ નિમિતે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાની જાહેરાત કરી છે તે અંતર્ગત ગુજરાતમાં પાંચ લાખ ગેસ કનેક્શન રાહત દરે આપવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની બાવન નગરપાલિકાઓને દૈનિક પાણી પુરવઠા યોજના માટે 780 કરોડની ફાળવણી કરાશે. યોજના દીઠ રૂ.15 કરોડનો લાભ મોટી નગરપાલિકાઓને મળશે. રાજ્યની નગરપાલિકા જનહિતમાં કાર્યો કરવા પ્રેરાય તે માટે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે.આ ઉપરાંત મુખ્ય મંત્રીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સહાય ધોરણમાં વધારો કરતા જણાવ્યુ હતુ કે, હવે આ યોજનામાં ખેડૂતને ગોડાઉન બનાવવા રૂ.30 હજારના બદલે રૂ.50 હજાર આપવામાં આવશે. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસને વધુ સજ્જ કરવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના ખોરી ડામવા ગુજરાત પોલીસને 10,000 બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા અર્પણ કર્યા હતા.આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, મુખ્ય મંત્રીના સચિવ અશ્વિની કુમાર, મેયર ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઇ માલમ, બાબુભાઇ વાજા, ભીખાભાઇ જોશી, હર્ષદભાઇ રીબડીયા, જિલ્લા કલેક્ટર રચિત રાજ, ડી.ડી.ઓ. મીરાંત પરીખ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો કોવીડ પ્રોટોકોલનુ પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *