ગુજરાતી વોઇસ આર્ટિસ્ટ રાજેશ કવા દ્વારા વોઇસ એક્ટિંગ કી જુગલબંદી સીઝન-૨ ની શરૂઆત

અંકિત ગામીત : અનેક કાર્ટૂન કેરેક્ટર, ફિલ્મો, સિરિયલો, શો, ચેનલ વોઇસ તેમજ પ્રાણીઓ અને પક્ષીઓ માટે વોઇસ ઓવર કરનાર તેમજ હેરી પોટર અને જેકી ચેન માટે હિન્દી વોઇસ આપનાર ગુજરાતી વોઇસ આર્ટિસ્ટ રાજેશ કવા ના વોઇસ એક્ટિંગ કી જુગલબંધી સીઝન ૨ ની શરૂઆત થઈ ગઈ છે.

Ankit gamit

હોલિવુડ તેમજ સાઉથ ની ફિલ્મો ના હિન્દી વર્ઝન માં પોતાનો અવાજ આપી ને કીરદારો માં જાન પૂરી દેનાર વોઇસ આર્ટિસ્ટ વિશે વધારે કોઈ જાણતું નથી હોતું તો હવે વોઇસ એકિટંગ કી જુગલબંદી દ્વારા હવે આપ વોઇસ આર્ટિસ્ટ ની કલાકારી લાઈવ નિહાળી શકશો .રાજેશ કવા દ્વારા એક ક્રાફટ ની શરૂઆત કરવામાં આવી છે. જેથી આ સૌ વોઈસ આર્ટિસ્ટ ને એક નવી ઓળખાણ મળે તેમજ ભારત ભર ના નવા વોઇસ આર્ટિસ્ટ જે શીખી રહ્યા છે એમને વોઇસ એક્ટિંગ વિશે અલગ અલગ દિગ્ગજ વોઇસ આર્ટિસ્ટ પાસે થી નવી નવી માહિતીઓ જાણવા મળે અને તેઓ પણ એમના વોઇસ ટેલેન્ટ ને વધુ સારું બનાવી શકે. તો આપ પણ રાજેશ કવા ના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર વોઇસ એક્ટિંગ કી જુગલબંદી ના બધા એપિસોડ જોઈ શકો છો અને વોઇસ આર્ટિસ્ટ ને લાઈવ નિહાળી શકો છો.

– અંકિત ગામીત
+919723610690

અંકિત ગામીત

Leave a Reply

%d bloggers like this: