અમદાવાદ માં નેકસમની એપ અને ગુજરાત ના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર કે.પી. રાજકુમાર, કલ્પેશ ક્રેઝી ગાંડો, મયુર ક્રેઝી ગાંડો દ્વારા ગુજ્જુ યુનિટી માટે એક ખાસ સેલિબ્રિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ બીબીપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ 2 દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર દ્વારા સોશિયલ કાર્ય માટે અને ગુજરાતના ઈંફ્લુએન્સરની એકતા જાળવવા માટે આ યુનિટી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ના જાણીતા ઈંફ્લુએન્સર સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મયુર ચૌહાણ, નીરવ કલાલ અને જીનલ રાવલ પણ આ ક્રિકેટ મેચનો ભાગ બન્યા હતા અને સૌએ સાથે મળીને આ ફ્રેન્ડલી રમત રમી હતી.
ગુજરાતમાં સૌપ્રથમવાર મહિલા ઈંફ્લુએન્સરોએ પણ આ ક્રિકેટ મેચ ટૂર્નામેન્ટ માં ભાગ લીધો હતો અને વિજેતા પણ બન્યા હતા.
આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સૌથી મોટો ભાગ નેકસમની એપ તરફથી ગૌરવ સાવલિયા નો રહ્યો હતો અને તેમના દ્વારા જ આ મેચને સ્પોન્સર કરવામાં આવી હતી.
ગૌરવ સાવલિયા એ એક સામાન્ય પરિવાર માંથી આવતા યુવક હાલમાં આ એપ થકી આગળ આવી 1 લાખથી વધુ યુઝર્સની ટીમ ધરાવી રહ્યા છે અને જેમના દ્વારા આ પુરી ટૂર્નામેન્ટ ને સ્પોન્સર કરવામાં આવી હતી.
નેકસમની એપ એ એક એવી ડિજિટલ એપ છે જેમાંથી રિચાર્જ, શોપિંગ કે અન્ય કોઈપણ ખરીદી ઉપર ગેરેન્ટેડ કેશબેક મળે છે અને ગુજરાત ના સૌ જાણીતા ઈંફ્લુએન્સર પણ આ એપ સાથે જોડાયા છે કારણ કે આ એક એવી એપ છે જેના દ્વારા લોકો ફક્ત ઓનલાઈન આ એપને શેર કરી પૈસા કમાઈ શકે છે.
ડીજીટલ ઈન્ડિયા ના સૂત્ર સાથે કાર્ય કરતી આ મેડ ઇન ભારત એપ ના 40 લાખ કરતા વધારે ઉપયોગકર્તા લોકો પુરા ભારતમાં છે અને આવતા વર્ષોમાં 5 કરોડથી વધુ યુઝર્સ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
આ ક્રિકેટ મેચના આયોજન સાથે જ નેકસમની એપ અને ગુજરાત ના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર એક જ મંચ પર લાવવાના ભવિષ્યમાં બીજા પ્રયાસો પણ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.