ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” 17 જૂન 2022 ના ગુજરાત, યુ.કે અને ઓસ્ટ્રેલિયાના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

  • “દીકરી દેવો ભવ” ના સૂત્રને સાર્થક કરતી ગુજરાતી ફિલ્મ.
  • “લવ યુ પપ્પા” 17 જૂન 2022 ના ગુજરાત, યુ.કે અને ઓસ્ટ્રેલિયાના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
  • ગુજરાતી ફિલ્મોની હારમાળા માં એક નવું મોતી લઈ ને આવી રહ્યા છે અખિલ કોટક અને ટીમ.

Love you papa

ગુજરાતી ફિલ્મોમાં પ્રેક્ષકોને કંઈક નવું જ પીરસવાની પ્રથા સાથે બ્લુ લાયન એન્ટરટેઇનમેન્ટ કંપની અને સાથે જ જાણીતા દિગ્દર્શક અને અભિનેતા અખિલ કોટકની આગામી ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” આજથી સિનેમાઘરોમાં જોવા મળશે.

“લવ યુ પપ્પા”ના નિર્માતા વિહાન દંડ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે અખિલ કોટક, ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી એક અદકેરું નામ મેળવનાર કોફી ગર્લ પ્રાપ્તિ અજવાળીયા, ગુજરાત ના નામાંકિત કલાકાર જીતેન્દ્ર ઠક્કર સાથે જ દિશા દેસાઈ, સોની જેસવાલ ભટ્ટ, કશીશ રાઠોર, આરતી દેસાઈ, ભાવિક જગડ, હર્ષલ માંકડ, કિંજલ ખૂંટ, ભક્તિ જેઠવા જેવા જાણીતા કલાકારો અભિનય કરી રહ્યા છે.

ઉપરાંત આ ફિલ્મમાં ગુજરાત અને દેશવિદેશમાં જેના સ્વર ગુંજે છે તેવા ગાયક કલાકાર ઓસમાણ મીર, ગુજરાત નો જાણીતો અને માનીતો સ્વર મયુર ચૌહાણ, ગીતા ચૌહાણ, દ્રષ્ટિ વછરાજાણી અંધારિયા, નીરજ વ્યાસ, હેમલ પ્રજાપતિ, વિધિ ઉપાધ્યાય, આસિફ જેરિયા અને હેમંત જોશીએ પોતાના સ્વરથી સ્વરબધ્ધ કર્યા છે. ડો. નીરજ મેહતાના શબ્દોને સંગીત આપ્યું છે ઉત્પલ જીવરાજાણી એ.

ડીઓપી હરેશ ગોહિલ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવેલ દ્રશ્યોને રાજુ પોરિયા દ્વારા સુંદર રીતે એડિટ કરવામાં આવ્યા છે અને પ્રોડકશન રવિ ખૂંટ દ્વારા સંભાડવામાં આવ્યું છે જયારે અસોસીયેટ ડિરેક્ટરની જવાબદારી પુષ્પરાજ ગુંજન દ્વારા નિભાવવામાં આવી છે.

ડાયલોગ અને સ્ક્રીનપ્લે આસિફ અજમેરી અને વિનોદ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સાઉન્ડ ડિઝાઇન નીરજ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. પિયસ ટ્યુન ઓડિયો લેબ અને સ્ટુડિયો એકતારા માં રેકોર્ડીંગ અને ડબિંગ કરવામાં આવ્યા છે જ્યારે વંદન શાહ રૂપમ દ્વારા રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

બાપ દીકરીના પવિત્ર સંબંધો ને વાચા આપતું ગુજરાતી ફિલ્મ “લવ યુ પપ્પા” 17 જૂનથી પુરા ગુજરાત, યુ.કે અને ઓસ્ટ્રેલિયામાં આપના નજીકના સિનેમાઘરોમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.