ખ્રિસ્તી સમાજે કોંગ્રેસ પાસે કરી ટીકીટની માંગણી, કહ્યું ટીકીટ નહીં તો મત પણ નહીં આપે

નેલ્સન પરમાર : કાલે રાજીવ ગાંધી ભવન, કોંગ્રેસની ઓફીસે ખ્રિસ્તી સમાજની મીટીંગ રાખી હતી, જેમાં IAS રહી ચૂકેલા અને મનમોહનસિંહ સરકારમાં નાણાંમંત્રી રહી ચૂકેલા એવા Jesudasu Seelam હાજર રહ્યા હતાં.!

આટલાં વર્ષોમાં કોંગ્રેસે ખ્રિસ્તી સમાજને એવું કંઈ ખાસ આપ્યું નથી કે જેના કારણે ખ્રિસ્તી સમાજ કોંગ્રેસને વોટ આપે, હા, માઈનોરીટી માટે કરે એનો લાભ મળી જ જાય ખ્રિસ્તી સમાજને,પણ હું ખાલી ખ્રિસ્તી સામજને લાભ થાય કે, ખ્રિસ્તી સામજ માટે કોઈ દિવસ મેદાનમાં આવી લડી હોય કોંગ્રેસ એવું બન્યું નથી, હા, ભાજપ તો ખ્રિસ્તી સમાજની વિરોધમાં જ છે એટલે ખુલ્લેઆમ એમના નેતાઓ ઘણા આક્ષેપો કરે છે, અને બીજુ પણ ઘણું, કોંગ્રેસે એવું કંઈ કર્યું નથી એટલે ખ્રિસ્તી સમાજને વર્ષોથી સારી લાગતી આવી છે કોંગ્રેસ. એમ કહેવાય કે, ખ્રિસ્તી સમાજનાં મત ફીક્સ જ હોય કે કોંગ્રેસ કંઈ કરે કે ન કરે, કૈફી પ્રચાર કરે કે ન કરે, ઈવન ખ્રિસ્તી સમાજ માટે અવાજ ઉઠાવે કે ન ઉઠાવે તોય ખ્રિસ્તી સમાજનાં મત તો કોંગ્રેસ ને જ મળતાં હતાં, કારણ કે, ખ્રિસ્તી સામજ પાસે વર્ષોથી કોઈ ઓપ્શન ન્હોતુ. પણ હવે જુઓ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મેદાનમાં આવી એટલે કોંગ્રેસને ખ્રિસ્તી સમાજની ચિંતા થવા લાગી હવે, એમને બીક લાગી કે એક આખા સમાજની વોટ બેન્ક જોખમાશે જો આ સમાજ તરફ ધ્યાન નહીં આપીએ તો, એટલે પાછલાં બે વર્ષથી હવે આવી મીટીંગો અને જિલ્લે જિલ્લે મુલાકાતો કરે છે.!

વર્ષો સુધી ખ્રિસ્તી સમાજે કોઈ અપેક્ષા નથી રાખી કોંગ્રેસ પાસે, બસ મત આપીને છુટાં પણ આ વખતે એવું નહીં ચાલે, આ વખતે ખ્રિસ્તી સમાજ તરફથી પણ અમે ૪ સીટ પર ટીકીટની માંગણીઓ કરી છે. જો બધાંય સમાજને પ્રતિનિધીત્વ મળતું હોય તો અમારો શું વાંક છે? ચાંદની માંગણી સામે પણ અમે તો કોઈ એક સીટ માંગી છે કે, કન્ફર્મ તમારે એક સીટ તો આપવાની જ છે, એ પછી ઉમેદવાર હારતો હોય , અમારા મત ઓછા સમય છતાંય તમારે તમારા માટે એક સીટ કુરબાન કરવી જ પડશે. જો આ વખતે મધ્ય ગુજરાતના ખ્રિસ્તી સમાજને એકપણ સીટ ન મળી તો હું તો ખ્રિસ્તી સમાજને આહવાન કરીશ કે કોંગ્રેસનો સાથ છોડી દેવો જોઈએ. જે તમને પ્રતિનિધિત્વ કરવાની તક ન આપતાં હોય એમની સાથે કેમ રહેવું, બીજું કોઈ ઓપ્શન મળતું હોય તો ત્યાં લાભ લઈ લેવો જોઈએ.! કાલની મીટીંગ માં પાછા એવું શીખવતાં હતાં કે અમે ટીકીટ આપીએ કે ન આપીએ પણ તમારે અમને તો મત આપવાનાં જ, તો એવું અમે શું કરવા મત આપીને? તમારે બીજા સમાજોની માંગણીઓ સ્વીકારી ટીકીટો વહેંચવાની થાય છે તો અમારો શું વાંક? મારે પાસે એવું પણ લીસ્ટ છે કે, સાત-આઠ વાર હારેલા ઉમેદવારોને પણ કોંગ્રેસે હાર બાદ પણ ટીકીટ આપી છે, ત્યારે ક્યાં જાય છે તમારી આવી બધી વાતો? એટલે આ વખતે ગુજરાત કોંગ્રેસે વિચારી લેવું જોઇએ કે એમને શું કરવું છે બાકી ખ્રિસ્તી સમાજ માટે બીજા રસ્તા ખુલ્લા છે જ્યાં આમને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે એ બાજું જવામાં અમને વાંધો નથી!

ખ્રિસ્તી સમાજમાંથી આજે એકપણ ધારાસભ્ય નથી, જો અમારે કોઈ રજુઆત હોય કે કંઈ કશુંક વિધાનસભા સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે? બીજા ધારાસભ્યો તો અમારી વાત સાંભળતાં નથી. એટલે જે પણ પાર્ટી આ વખતે અમારાં યોગ્ય ને પ્રતિનિધિત્વ કરવાની તક આપશે એ બાજું અમે જવા તૈયાર છીએ એમ માની લેવું જોઇએ. સમાજને પણ મારું આહવાન છે કે ક્યાં સુધી રાજનીતિ થી દુર ભાગશો? ક્યાં સુધી મત આપીને છુટાં થઈ જશો? આવો ને સાથે મળીને આપણેય રાજનીતિ કરીએ, આપણેય આપણાં હક માટે લડીએ, આપણેય નેતા બનીએ, તો આ વખતે સમજી વિચારીને મત આપવા વિનંતી.!

© નેલ્સન પરમાર
૭૮૭૪૪૪૯૧૪૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *