કોરોનાને લગતા સામાન પર 31 ઓગસ્ટ 2021 સુધી ઇમ્પોર્ટ ડ્યૂટી લાગશે નહીં. – મહત્વનો નિર્ણય

આ કોરોના કાળમાં જીએસટી કાઉન્સિલની બેઠક ગઇકાલે 7 મહિના પછી મળી હતી. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નિર્ણય લીધો કે હાલની સ્થિતિ અને ઇન્ડસ્ટ્રીની માગને ધ્યાનમાં લઇ કોવિડ સંબંધિત સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવશે નહીં. સાથે કોરોના મેડિસિન અને ઉપકરણો પર જીએસટીમાં કાપ અંગે નિર્મલા સીતારમણે જણાવ્યું કે, આ મુદ્દે ગંભીર ચર્ચા થઇ. લેવાયેલા ઘણા પગલાં અંગે પણ વિચાર વિમર્શ થયો. ત્યાર બાદ જીએસટી કાઉન્સિલે 31 ઓગસ્ટ સુધી કોરોના ઉપકરણોની આયાત પર જીએસટી છૂટ આપવાનો નિર્ણય લીધો. જે તાત્કાલિક ધોરણે અમલી કરાઇ છે. ટેક્સમાં છૂટ અંગે મંત્રીઓના એક જૂથની રચના કરવામાં આવી છે. જે 8 જૂન સુધી કોઇ અન્ય ઉપકરણ પર છૂટ આપવાની સંભાવના અંગે અંતિમ નિર્ણય લેશે. તેમણે જણાવ્યું કે દેશમાં બ્લેક ફંગશના વધતા કેસોને ધ્યાનમાં લઇ સરકારે Amphotericin Bને પણ ટેક્સ છૂટ આપવાનો નિર્ણય લીધો છે.

 

થોડા દિવસ પહેલાં દિલ્હી હાઇકોર્ટે બ્લેક ફંગસની દવાને આયાત ડ્યૂટીમાં છૂટ આપવા કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો હતો. સાથે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર નિર્ણય ન લે ત્યાં સુધી કોર્ટના આદેશ મુજબ બ્લેક ફંગસની દવા આયાત કરવા પર કોઇ ડ્યૂટી નહીં લેવાય. કારણ કે અત્યારે લોકોનાના જીવ બચાવવા બહુ જરૂરી છે. તેમજ કોઇ પણ વ્યક્તિ વિદેશથી બ્લેક ફંગસની દવા બોન્ડ આધારે આયાત કરી શકે તેની છૂટ આપી હતી.નિર્મલા સીતારમણે કોરોના રસી અંગે જણાવ્યું કે કોવિશીલ્ડ અને કોવેક્સિન બનાવતી બંને કંપનીઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને 4500 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું છે. સાથે સરકારે રસીની અછત ન રહે તે માટે જાપાન અને યુરોપિયન સંઘના રસી નિર્માતાઓના સંપર્કમાં પણ છે.

Leave a Reply

%d bloggers like this: