નવાબંદરમાં જૂથ અથડામણ એએસપી સહિત 4 પોલીસ કર્મચારી અને 10 લોકો ઘાયલ

ઉના : ગુજરાતના ડીજીપી આશીષ ભાટિયાએ ઉના તાલુકાની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ ડીજીપીની મુલાકાતના એક કલાક બાદ નવાબંદરમાં જૂથ અથડામણ થઇ હતી. આ ઘટનામાં એએસપી સહિત 4 પોલીસ કર્મચારી અને 10 લોકો ઘાયલ થતા તેમણે ઉના સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ ગીર-સોમનાથ જિલ્લાના પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા.નવાબંદરના દરિયા કિનારે બોટ રાખવા મુદ્દે સામાન્ય બોલાચાલી થઇ હતી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. બે જૂથ મોટી સંખ્યામાં આમને સામને આવી ગયા હતા અને એક બીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ડીજીપી ઉના તાલુકાની મુલાકાતે હોઇ પોલીસ પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોચી ગઇ હતી.

તોફાને ચડેલા ટોળાએ પોલીસને નિશાન બનાવી હતી અને તેમની ઉપર હુમલો કર્યો હતો. તોફાને ચડેલા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, તેમજ ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ જૂથ અથડામણમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. નવાબંદરમાં જૂથ અથડામણને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે જોવાનું રહે છે કે, અહીં શાંતિ જળવાઈ રહે.

આ પણ વાંચો – શું નાગરિકોએ જ માર ખાવાનો છે?

ઉના તાલુકામાં વાવાઝોડાની પરિસ્થિતિ હજુ થાળે પડી નથી ત્યારે નવાબંદરમાં જૂથઅથડામણની ઘટના બનતા તંત્ર દોડતું થઇ ગયું હતું. બનાવની મળતી વિગત મુજબ નવાબંદરનાં દરિયા કિનારે બોટ પડી છે. વાવાઝોડામાં બોટને ભારે નુકસાન પણ થયું છે. રવિવાર બપોરનાં બે વાગ્યાની આસપાસ બોટ રાખવા મુદે સામાન્ય બોલાચાલી થઇ હતી. સામાન્ય બોલાચાલીએ બાદ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું.

Leave a Reply

%d bloggers like this: