ગોવામાં ઓક્સિજન વગર થયેલ મોત સરકાર નહીં ભાગ્ય જવાબદાર – બીજેપી અધ્યક્ષ સદાનંદ શેત તનવડે

જણાવી દઈએ કે, ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે દર્દીઓના મોત મામલે સુનાવણી પણ કરી હતી. ગોવાની સરકારે 3 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમેટી GMCHમાં ઓક્સિજન સપ્લાઈ વિશે તપાસ કરી રહી છે. ગોવા સરકારે ઓક્સિજનની અછતથી મોતની જવાબદારીથી હાથ ઉંચા કરી લીધા હતા. મુખ્યમંત્રી ડો પ્રમોદ સાવંત અને સ્વાસ્થ્ય મંત્રીએ તે વાતથી ઇનકાર કર્યું હતુ કે, ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોતો ઓક્સિજનની અછતના કારણે થઈ છે. સરકારનું કહેવું છે કે, થનારી મોતોને ઓક્સિજનની અછત સાથે જોડવામાં આવી શકે નહીં.

આ પણ વાંચો – અત્યાર સુધી એવા કોઈ સંકેત નથી કે, કોરોનાની ત્રીજી લહેર બાળકોને ગંભીર અસર કરશે – ડૉ રણદીપ ગુલેરિયાએ 

આ સમયે, ગોવા રાજ્ય બીજેપી અધ્યક્ષ સદાનંદ શેત તનવડેએ સોમવારે કહ્યું કે, રાજ્યના પ્રમુખ સરકારી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓના મોત માટે ગોવા સરકારને જવાબદાર ઠેરવી શકાય ન. રાજ્યની ટોચની હોસ્પિટલ, પણજી પાસે આવેલ સરકાર દ્વારા સંચાલિત ગોવા મેડિકલ કોલેજ (જીએમસી)માં ઓક્સિજનની અછતના કારણે પાંચ દિવસમાં લગભગ 80 લોકોના મોત એક સપ્તાહ પછી તનવડેની ટિપ્પણી સામે આવી છે. તનવડેએ મીડિયયાને જણાવ્યું કે, કોઈ તેવું કહી શકે નહીં કે સરકાર કોવિડની મોત માટે જવાબદાર છે. તનાવડેએ કહ્યું કે, ઘાતક વાયરસ સંક્રમણ પર કંટ્રોલ મેળવવા માટે રોગીઓને સમયસર ભરતી અને ભાગ્યના તત્વની જરૂરત હોય છે. તનવડેએ કહ્યું, જો વ્યક્તિ યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચે છે અને જો વ્યક્તિ ભાગ્યશાળી છે તો જીવિંત રહેવું સંભવ છે, પરંતુ અનેક કેસોમાં ભણેલા-ગણેલા લોકો પણ તાવને નજર અંદાજ કરી દે છે અને એક વખત જ્યારે સ્થિતિ ખરાબ થઈ જાય છે તો તેઓ હોસ્પિટલ જાય છે.

Leave a Reply

%d bloggers like this: